નવરાત્રીમાં માતાની આરાધના સાથે વિવિધ પ્રકારના કાર્યકર્મો થઈ રહ્યા છે ત્યારે ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના મહિલા પાંખ દ્વારા અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાએ જતાં બાળકઓનું હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ અને કન્યા પૂજનનું વિશેષ આયોજન સરકારી શાળામાં કરવામાં આવ્યું.

ભારત વિકાસ પરિષદના મહિલા પંખ દ્વારા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનન પ્રાથમિક શાળામાં 25 દીકરીઓનું પૂજન કરી કન્યા પૂજનનું અનોખું આયોજન કરવામાં આવ્યું અને મા શક્તિની આરાધના કરવામાં આવી હતી. જેની સાથે જ શાળાની બાળકીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

આ ઉપરાંત બાળકોના પોષણ પણ ધ્યાનમાં રાખીને ‘એનીમીયા મુક્ત ભારત’ અભિયાન હેઠળ હિમોગ્લોબીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક કન્યા શાળા અને ધુમકેથુ પ્રાથમિક શાળાના 80થી વધુ વિદ્યાર્તીઓનું હિમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું અને તેમને ગોળ-ચણાનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ બાળકોના સ્વસ્થ્ય માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રોજેક્ટ ઈન્ચાર્જ તરીકે હેમાબેન, કિન્નરીબેન અને નિલમબેને ફરજ બજાવી તેમજ સંસ્થાના પ્રમુખ રૂપિનભાઈ પચ્ચીગર, મહિલા સંયોજિકા રંજનાબેન પટેલ, ઉપપ્રમુખ પ્રતિમાબેન સોની અને પ્રફુલ્લાબેન, બેલાબેન, ભાવનાબેન, ગીતાબેન, શીતલબેન અને કલ્પેશભાઈ શાહ સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.