નીતિ આયોગ દ્વારા હાલમાં જ ઇનોવેશનના આધારે રાજ્યોને ક્રમ આપવામાં આવ્યો છે. જેમાં કર્ણાટક ટોચના સ્થાને છે. એના પછીના સ્થાને તામિલનાડુ અને મહારાષ્ટ્ર આવે છે. ઇનોવેશન રિપોર્ટમાં ગુજરાત 9 માં સ્થાને આવે છે. ભારત ઇનોવેશન સૂચકાંક 2019 ને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) ના અનુસાર આ રિપોર્ટને તેયાર કરવામાં આવ્યું છે.
આ ઇન્ડેક્સ અનુસાર નિવેશને આકર્ષિત કરનારા રાજ્યોમાં કર્ણાટક ટોચના સ્થાને રહ્યું છે. તેમજ પૂર્વોત્તરના અનેક રાજ્યો પણ ઇનોવેશના ઇન્ડેક્સમાં ઉપરના સ્થાને છે. તેલંગાણા, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ પણ ઉંચ સ્થાન ધરાવે છે. રિપોર્ટમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાવાળા અનેક બાબતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

નીતિ આયોગના CEO અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, આ ઇન્ડેક્સમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નવા આવિષ્કાર પર મુખ્ય ધ્યાન આપીને આપવામાં આવ્યા છે. આના કારણે નીતિ-નિર્માતાઓને દરેક ક્ષેત્રમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે નીતિ તેયાર કરવામાં મદદ કરશે.
તેમજ રિપોર્ટના અનુસાર, ‘એક દેશ માટે પ્રભાવી રીતે નીતિ તેયાર કરવા માટે ક્ષેત્રીય સ્તર પર ઇનોવેશનની સ્થિતીને સમજવાની જરૂર છે. માત્ર રાષ્ટ્રીય સ્તર પર નીતિ અનુકૂળ નથી. દરેક રાજ્યને પોતાના અલગ સંસાધનો અને વિશેષતાઓના આધારે જરૂરિયાત અનુસાર નીતિ બનાવવાની આવશ્યકતા છે. ‘

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.