મૂળ કાંટીફળીયા, મઢીના વતની અને હાલમાં ગલિયારા હાઈસ્કૂલ કઠોરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવે છે. તેમણે વી.ટી ,.ચોક્સી બી.એડ કૉલેજના નિવૃત પ્રિન્સિપાલ ડૉ. વિનોદ પટેલના માર્ગદર્શન હેઠળ “વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન શિક્ષક – પ્રશિક્ષક કોલેજોના પ્રશિક્ષણાર્થીઓની અધ્યાપન સાંવેગિક પરિપક્વતાનો અભ્યાસ.” વિષયમાં ખુબજ મહત્વપૂર્ણ મહાશોધનિબંધ તૈયાર કર્યો છે.
આ મહાનિબંધ તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં સુપ્રત કર્યો છે. જેને વાયવાને અંતે માન્ય રાખી કેવળ ચૌધરીને શિક્ષણ વિદ્યાશાખાની પી.એચ.ડીની પદવી એનાયત કરવામાં આવી છે.
