CAB અને NRCને સંસદે પસાર કરતા જ દેશમાં એક આનંદની લહેર પ્રસરી ગઇ છે, કારણ આ રાષ્ટ્રહિત અને માનવતા માટે લેવાયેલું પગલું છે, તો બીજી તરફ યોજનાબદ્ધ રીતે મુસલમાનોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. આ વિધેયક સાથે ભારતીય મુસલમાનોને નાહવા નીચોવાનો ય સંબંધ નથી છતાં રાજકીય રીતે લાભ લેવા અફવાઓ અને જૂઠ્ઠાણા ફેલાવી દેશમાં આતંક અને હિંસાનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. સૌથી વધુ હિંસાની આગ કેટલાક કટ્ટરપંથી મુસલમાનો, કોંગ્રેસ અને ટુકડે ગેંગ દ્વારા લગાડવામાં આવી રહી છે.
દેશ આખો જાણે છે કે છેલ્લા ઘણા દાયકાઓથી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી લાખો ઘૂસણખોરો બેરોકટોક ભારતમાં ગેરકાયદે ઘૂસી ગયા. હતા. એમને અટકાવનાર કોઇ નહોતું. કારણ એ વોટબેંક બનતા હતા.
આ ધર્માંધ ઘૂસણખોરો ચોરી, લૂંટફાટ, બળાત્કાર જેવા અનેક અપરાધોમાં સામેલ હોય છે. રોહિંગ્યા મુસ્લિમો તો આતંકવાદી પ્રવૃત્તિઓ સંડોવાયેલા છે એતો જગજાહેર છે.
આવા લાખો ઘૂસણખોરોથી દેશને મુક્ત કરાવવા મોદી સરકારે NRC – નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપનો મક્કમતાપૂર્વક અમલ કરાવ્યો. સ્વાભાવિક રીતે જ વોટબેંક લુંટાઈ જવાના ભયથી કથિત સેક્યુલર પક્ષોએ NRC સામે વિષવમન કરવાનું ચાલુ કર્યું. જેમ આ લાખો ઘૂસણખોરો ભારતમાં આતંકવાદ અને ગુન્હાખોરી આચરીને દેશવાસીઓને ત્રાસ આપે છે તે જ રીતે આ ઘૂસણખોરોના પોતાના દેશમાં પણ હિન્દુઓ ઉપર ખૂન, બળાત્કાર, લૂંટ જેવા અમાનવીય અત્યાચારો થતા રહે છે.
આવા ધર્માંધ આતંકથી ત્રસ્ત સમાજને માનવતાના ધોરણે ભારતમાં આશરો મળે એ સ્વાભાવિક છે. પરંતુ લાખો વિદેશી મુસ્લિમ ઘૂસણખોરોને આવકારનારા કોંગ્રેસ, સામ્યવાદી પક્ષો, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ઈસ્લામી આતંકથી ત્રસ્ત હિન્દુઓ સ્વદેશમાં આવે તેનો વિરોધ કરે છે.
CAB – સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ ઈસ્લામી આતંક અને કટ્ટરતાથી ત્રસ્ત નિર્દોષ માનવીઓને માનવતાના ધોરણે ભારતની નાગરિકતા આપે તો એમાં સેક્યુલરોને કેમ પેટમાં દુ:ખે છે? આ અત્યાચારીથી ત્રાસીને આવનારામાં મોટાભાગના વાલ્મિકી હિન્દુઓ છે. એમને ભારત શરણ આપે તો એમાં ખોટું છે? અત્યાચારીઓ – આતંકવાદીઓ અને નિર્દોષ માનવીઓ વચ્યે કોઇ ભેદ ખરો કે નહીં? જોકે વોટબેંકમાં અંધ બનેલા ‘સેક્યુલર’ પક્ષો, ટુકડે ગેંગ તથા કહેવાતા બુદ્ધિજીવીઓની ગેંગ સીએબી બિલનો વિરોધ કરે છે એ સ્વાભાવિક પણ છે. કારણ ‘નેશન ફર્સ્ટ’ એ આ ગેંગનું ક્યારેય ચરિત્ર જ રહ્યું નથી.
મોદી સરકારના તલાક અને 370મી કલમ અંગે ઐતિહાસિક નિર્ણયોની જેમ NRC – નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશિપના અમલનો નિર્ણય પણ દેશની આંતરિક સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ હતો. ભારતની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની દ્રષ્ટિથી અત્યંત જરૂરી એવા આ નિર્ણયનો કોંગ્રેસ તથા મોટા ભાગના વિપક્ષોએ મોટા ઉપાડે વિરોધ કર્યો. બંધારણ વિરોધી ટુકડે ગેંગ અને સેક્યુલર ગેંગ હજી ટ્રિપલ તલાક, 370 અને NRC ના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ મોદી સરકાર CAB – સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ દ્વારા સેક્યુલર પક્ષોનો ભારતદ્વેષી ચહેરો ઉજાગર કરી નાખ્યો.
અંગ્રેજોની સહમતિથી કોન્ગ્રેસે 1947માં ભારતના ભાગલા કર્યા. ભારતમાતાના ત્રણ ટુકડા થયા ત્યારે પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 30% જેટલી હતી, પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશ (1971 પહેલા પૂર્વ પાકિસ્તાન) ઈસ્લામી આતંક અને અસહિષ્ણુતાને કારણે આજે હિન્દુઓ માંડ 5% જેટલા જ રહ્યા છે. હિન્દુ મા-બહેનોના અપહરણ, બળાત્કાર, હત્યા જેવી ઘટનાઓ પાકિસ્તાનમાં સામાન્ય ગણાય છે. દુર્ભાગ્યે, સ્ત્રીસશક્તિકરણની વાત કરનારી મલાલા પણ હિન્દુ મા-બહેનો ઉપર થતા ઈસ્લામી અત્યાચારો સામે હંમેશા મૌન રહે છે ! ડો.બાબાસાહેબ આંબેડકરે ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ નામના પોતાના ગ્રંથમાં સો ટકા વસ્તીની અદલા બદલીની કરવા સૂચન કર્યું છે, સો ટકા એટલે પાકિસ્તાન બને તો એક પણ હિન્દુ પાકિસ્તાનમાં ન રહેવો જોઇએ અને ભારતમાં એકપણ મુસલમાન ન રહેવો જોઇએ. લાગે છે એ વખતે આ વાત સ્વીકારી હોત તો આ બિલની જરૂર ન રહેત.
ધર્માંધ કટ્ટરવાદીઓના અત્યાચારોથી ત્રસ્ત આવા લોકો માટે એક માત્ર આશાનું કિરણ છે મોદી સરકારનું સીએબી – CAB એટલે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ. ઘૂસણખોરો તથા રોંહિંગ્યા આતંકીઓને આવકનારા કોંગ્રેસ, સામ્યવાદી તથા તૃણમૂલ કોંગ્રેસ જેવા પક્ષોએ સ્વાભાવિક રીતે જ CAB નો જોરશોરથી વિરોધ કર્યો છે.
CAB બિલ સૌ પ્રથમવાર 2016માં સંસદમાં રજૂ થયું હતું તેથી આ બિલને CAB 2016 કહેવામાં આવે છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષોએ સંસદમાં ઘોંઘાટ શોરબકોર કરીને સંસદની કાર્યવાહીને ઘમરોળી હતી. આવાં બિનલોકતાંત્રિક કરતૂતોને કારણે આ બિલ છેક હવે લોકસભામાં પસાર થઈ શક્યું. ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું છે: સરકાર CAB 2016 દ્વારા દેશની આંતરિક સુરક્ષા તથા એકતા, અખંડિતતાને સુદ્રઢ કરવા માગે છે. બંધારણીય અને સંપૂર્ણતઃ માનવતાની દ્રષ્ટિએ ઘડાયેલું આ બિલ કાયદો બનતાંની સાથે જ પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાન જેવા કટ્ટર ઈસ્લામિક દેશોમાં ધર્માંધતાને કારણે અત્યાચારોનો ભોગ બનેલા માનવીઓને ભારતમાં પ્રવેશ મળી શકશે.
માત્ર સિત્તેર પૂર્વે આ ત્રણેય દેશ અખંડ ભારતના જ ભૂભાગ હતા, પરંતુ કોંગ્રેસ – અંગ્રેજોની સાંઠગાંઠથી દ્વિરાષ્ટ્ર (હિન્દુ-મુસ્લિમ) ગતકડાને કારણે ત્યાં રહેતા હિન્દુઓ પરાયા અને લઘુમતીમાં આવી ગયા. મોટાભાગના હિન્દુઓ વાલ્મિકી સમાજના છે. આ લોકો દાયકાઓથી ઈસ્લામિક આતંકનો ભોગ બનતા રહ્યા છે. આ ત્રણેય ઈસ્લામિક દેશોમાં હજારો હિન્દુઓની તેઓ હિન્દુ હોવાના કારણે હત્યા કરવામાં આવી છે. હજારો મા-બહેનો ઉપર અત્યાચારો થતા રહ્યા છે, અનેક હિન્દુઓનાં અપહરણ થયાં છે, હિન્દુઓની કરોડોની સંપત્તિ લૂંટી લેવામાં આવી છે. આ અત્યાચારો આ મૂળ ભારતીયો ઉપર માત્ર એટલા માટે જ થઈ રહ્યા છે કારણ કે તેઓ હિન્દુ છે.
દુઃખની વાત તો એ છે કે દેશભરમાં અસહિષ્ણુતાના નામે પોક મૂકનારી સેક્યુલર ગેંગ અને હિન્દુદ્વેષી પક્ષો આ ત્રણેય દેશોમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા ઈસ્લામિક અત્યાચારો માટે એક અક્ષર બોલતા નથી ! ધર્માંધ કટ્ટરવાદીઓના અત્યાચારથી મુક્તિ પામવા માટે આ હિન્દુઓ માટે એક માત્ર આશ્રયસ્થાન છે ભારત, પરંતુ રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોને મોટા ઉપાડે આવકારનારા કોંગ્રેસ અને અન્ય વિપક્ષો ઈસ્લામિક આતંકનો ભોગ બનેલા હિન્દુઓને તેમના મૂળ દેશમાં આવે તેનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે.
આ બધા હિન્દુદ્વેષી પક્ષો તથા સેક્યુલર ગેંગને CAB સામે વાંધો એટલા માટે છે કે તેને કારણે આ ત્રણ દેશોમાં વસતા હિન્દુઓને સલામતી મળી રહી છે! બંધારણ વિરોધી પક્ષો અને અગ્રણીઓ દાવો કરે છે કે તમે ધર્મના આધારે વિદેશીઓને ભારતની નાગરિકતા આપી શકો નહીં ! પરંતુ તેમનો આ દાવો તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરો કે રોહિંગ્યા આતંકવાદીઓને લાગુ પાડતા નથી તે કેવી વિડંબણા છે ! હિન્દુદ્વેષી પક્ષોએ ઘૂસણખોરો તથા શરણાર્થીઓ વચ્ચેના ભેદને પણ કોમવાદી સ્વરૂપ આપી દીધું છે. તેથી આ ભારત વિરોધી ઘૂસણખોરોને ભારતની નાગરિકતા મળે તેની સામે કોંગ્રેસ સહિતના વિપક્ષોને વાંધો નથી, પરંતુ ઈસ્લામિક આતંકથી ત્રસ્ત હિન્દુઓને ભારતની નાગરિકતા મળે તેની સામે તેમનો સંપૂર્ણ વિરોધ છે !
વાસ્તવમાં CAB – 2016 એ સંપૂર્ણ પણે બંધારણની મર્યાદામાં ઘડાયેલું બિલ છે. સાથે સાથે બંધારણના આમુખને પણ વફાદાર છે. બંધારણમાં 1955માં અમલમાં આવેલા સિટીઝનશિપ એક્ટમાં સુધારા કરતું બિલ છે જ અને તેમાં માત્ર હિન્દુ જ નહીં, શીખ, બૌદ્ધ, જૈન, પારસી તથા ખ્રિસ્તી આ બધા જ વર્ગને ધર્માંધતાથી પીડિત લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. હવે સ્વાભાવિક છે કે આ બધા વર્ગમાં 90 ટકા જેટલા લોકો હિન્દુ જ રહેવાના. બસ એટલા માટે જ કોંગ્રેસ સહિતના બધા હિન્દુદ્વેષી પક્ષો અને ટુકડે ગેંગ CAB – 2016નો વિરોધ કરી રહ્યા છે.
વારંવાર બંધારણનો ઢોંગી રાગ આલાપતી આ ગેંગ એ વાત ભૂલી જાય છે કે શરણાર્થીઓ અંગેના UNHCR ( યુનાઇટેડ નેશન્સમાં શરણાર્થીઓ માટેના હાઇકમિશનર) માં ભારત સહભાગી નથી. બીજું બંધારણની 5 થી 11મી કલમો ભારતની નાગરિકતા અંગે કોઈ પણ કાયદો ઘડવાની સંસદને સત્તા આપે છે. છતાં હિન્દુદ્વેષી પરિબળો CABનો વિરોધ કરી રહ્યાં છે. NRC, ટ્રિપલ તલાક, 370મી કલમ, શ્રીરામ જન્મભૂમિ જેવા વર્ષોથી લટકી રહેલા રાષ્ટ્રહિતના પ્રશ્નોનો બંધારણીય અને ન્યાયિક રીતે ઉકેલ લાવનારી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને તેના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે CAB 2016 નો રાષ્ટ્રના હિતના અમલ માટે હુંકાર કર્યો છે, તેથી ભારતદ્વેષી ગેંગ CAB થી હચમચી ગઈ છે.
જાણીતા લેખક અને રાજકીય જાણકાર કિશોરભાઈ મકવાણાની કલમે
