કોરોના વાયરસથી પુરી દુનિયા પરેશાન છે. ત્યારે ચીનમાં કિસિંગ કોન્ટેસ્ટ થઇ રહ્યો છે. અહીં લોકો ઘરમાં બંધ છે. લોકો વિડીયો કોલ દ્વારા એકબીજાને મળી રહ્યા છે. ચીનના વુહાન શહેરથી ફેલાયેલ વાયરસે દુનિયામાં તબાહી મચાવી રાખી છે. મોટાભાગના દેશો લોકડાઉનમાં છે. પરંતુ ચીન અલગ જ લેવલ પર ચાલી રહ્યું છે. ત્યાં કિસિંગ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહયું છે.
એક ફેકટરીમાં થયો કિસિંગ કોન્ટેસ્ટ
ઇન્ડિયા ટાઇમ્સની રિપોર્ટ મુજબ, આ કિસિંગ કોન્ટેસ્ટનું એક ફર્નિચર બનાવનારી ફેક્ટરીમાં આયોજન કરવામાં આવ્યું હતું। ફેક્ટરીના કર્મચારીઓએ જ એમાં ભાગ લીધો હતો. આ ફેકરીનું નામ છે Yueya.
વાયરલ થઇ રહી છે ફોટો

કિસિંગ કોન્ટેસ્ટના ફોટો અને વિડીયો ઘણા વાયરલ થઇ રહ્યા છે. અહીં સુધી કે લોકોએ એની નિંદા પણ કરી. લોકોએ કહ્યું કે યોગ્ય અંતરનું ધ્યાન રાખીને લોકડાઉનનું પાલન કરવાનું કહ્યું છે, પરંતુ આ ફેક્ટરીએ આ નિયમની ધજીયા ઉડાવી દીધી.
વિડીયો પણ સામે આવ્યો
ગ્લોબલ ટાઇમ્સે આ કોન્ટેસ્ટનો વિડીયો પણ શેર કર્યો. એના મલિક મા નું કહેવું છે કે આ ‘કિસિંગ કોન્ટેસ્ટ’ ફેક્ટરીની પુનઃસ્થાપનાની ખુશી માટે રાખવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે કોન્ટેસ્ટ દરમિયાન જોખમ ઓછું કરવા પ્રતિયોગી વચ્ચે કાચ મુકવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે આ કોન્ટેસ્ટમાં જેણે ભાગ લીધો હતો એ બધા વિવાહિત જોડા હતા, જે કારખાનામાં કામ કરે છે. લોકો વચ્ચે તણાવ દૂર કરવા આ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું.
