કોઇપણ રિલેશનમાં કિસનું એક મહત્વપુર્ણ સ્થાન છે. કિસને આપણે પ્રેમ બતાવવાનું માધ્યમ કહી શકીએ. માટે, ઘણી વખત આપણે પ્રેમ દર્શાવવા બાળકોને અથવા તો જેને પ્રેમ કરતાં હોવ તેમને કિસ કરીએ છીએ. આ અંગે કરવામાં આવેલી એક રિસર્ચ અનુસાર, કિસ દ્વારા તમારા સાથીનો તમારા પ્રત્યેનો લગાવ જાણી શકાય છે. કિસ એ ફક્ત પ્રેમ બતાવવાનું જ નહિ પરંતુ સંબંધ વિકસાવવાનું પણ કાર્ય કરે છે. માટે, આજે આપણે જાણીએ કે, કિસ કરવાના કયા કયા ફાયદાઓ છે…
આ પણ વાંચો : શું તમે જાણો છો પુરુષોના સેક્સ હોર્મોનનું શેર બજાર સાથે છે અજોડ કનેક્શન ?

- કિસ કરવાથી ચહેરાના 34 મસલ્સ સક્રિય થાય છે.
- કિસ કરવાથી મોઢામાં લાળ પેદા થાય છે જે દાંતને મજબૂત બનાવે છે.
- કિસ એક વ્યકિતની સ્મેલ, સ્વાદ અને અવાજ બીજી વ્યક્તિમાં ટ્રાન્સમિટ કરે છે જે બે વ્યક્તિ વચ્ચેનો મતભેદ દૂર કરે છે.
- કિસનું સિમ્બોલ એક્સને માનવામાં આવે છે.
- કિસનો અત્યાર સુઘીનો સૌથી લાંબો રેકોર્ડ 58 કલાકનો છે.
- કિસ દરમ્યાન 95 %લોકોને નાક રગડવાનું પસંદ કરે છે.
- કિસ કરવાથી એડ્રેનાલાઇનનો વિકાસ થાય છે, જે લોહીનું પરિભ્રમણ વધારે છે અને કોલેસ્ટોરેલ પણ ઓછુ થાય છે. આમ હૃદય માટે ફાયદાકારક છે.
- કિસ કરવાથી ઓક્સીટોસિન હોર્મોનનો સ્ત્રાવ થાય છે, જેના દ્વારા શરીર રિલેક્સ થાય છે.
- કિસ પોઝિટિવ ઉર્જા લાવે છે, જેના દ્વારા તમારું આત્મ સમ્માન વધે છે.
