Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Tuesday, January 31, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

આજથી રાહુ અને કેતુ બદલશે ચાલ- જાણો તમારી રાશિ પર થનારી અસર અને બચવાના ઉપાય

22/09/2020
in Latest News, રસપ્રદ વાતો

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહો માનવામાં આવે છે. ભલે તેનું ભૌતિક વિજ્ઞાનમાં કોઈ અસ્તિત્વ નથી પરંતુ જ્યોતિષમાં ખૂબ મહત્વ છે. રાહુનું રાશિ પરિવર્તન આજે સવારે 7 વાગ્યે અને 38 મિનિટે થયું છે. રાહુએ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. વૃષભ રાશિને શુક્રની રાશિ માનવામાં આવે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને શુક્ર એબીજાના પાક્કા મિત્ર છે. કેતુનો પ્રવેશ વૃશ્વિક રાશિમાં થયો. આ રાશિનો સ્વામી મંગળ છે. જો કેતુ માટે અનુકૂળ છે. આ પરિવર્તન મહત્વનું છે. રાહુ અને કેતુ અત્યંત શક્તિશાળી છે અને તેઓ ફળ આપવા કે સજા આપતાં પહેલાં બહુ વિચારતા નથી.

rahu ketu news aayog

દેશ દુનિયા અને કોરોના મહામારી પર શું થશે અસર ?

આજથી રાહુ-કેતુ ગ્રહનું રાશિ પરિવર્તન સાથે સમગ્ર વિશ્વને ખરાબ રીતે મથાવીને જીવન અસ્તવ્યસ્ત કરી દેનાર એવા રોગચાળાની સ્થિતિમાં સુધારો આવવાની શરૂઆત થશે. તેમજ આગામી 29 સપ્ટેમ્બરે શનિ ગ્રહ માર્ગી થશે. જેની સીધી સારી અસર આરોગ્ય પર પડશે અને રોગચાળાની સ્થિતિમાં સારો એવો સુધાર આવી શકે છે. સૌપ્રથમ તો તમને અહીં જણાવી દઈએ કે જ્યારે જ્યારે રાહુ મહારાજે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે ત્યારે ચોક્કસ જ મોટી ઘટનાઓએ આકાર લીધો છે. 1947માં ભારત દેશને આઝાદી મળી ત્યારે પણ રાહુનું પરિભ્રમણ વૃષભ રાશિમાં જ હતું. હવે ફરી જ્યારે રાહુ વૃષભમાં પ્રવેશ કરશે ત્યારે ભારતમાં આ સ્થાન પરિવર્તન બાદ રોજગારીની તકો વધવાની સાથે કૃષિક્ષેત્રને વેગ મળશે. જ્યારે રાહુનો ધણી શુક્ર રાશિમાં પ્રવેશદ્વાર અને કેતુનો ગ્રહ મંગળમાં પ્રવેશ કરે ત્યારે ઘણી આકસ્મિક ઘટનાઓ બનશે. હાલ જ્યારે ચીન અને પકિસ્તાન સીમાઓ પર થોડા થોડા દિવસે છમકલાં કરી રહ્યા છે ત્યારે સીમાઓ પર આ રાશિ પરિવર્તનથી કંઈક ઐતિહાસિક મોટી નવાજુની ચોકક્સ જ જોવા મળશે. રાહુ-કેતુના આ રાશિના સંકેતાથી ઘણા રાજ્યોમાં શક્તિ પરિવર્તનની પણ અસર થશે.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

આ રાશિ પરિવર્તનથી તમારી રાશિ પર શું થશે અસર

  • મેષ- રાહુ-કેતુની આવક સારી થશે, પરંતુ ત્વચાની સમસ્યા થઈ શકે છે. પૈસા કમાવા માટે ખોટા રસ્તા પણ દેખાઈ શકે છે. આ ખોટા રસ્તા અપનાવવાથી ટૂંકા ગાળામાં ફાયદો દેખાશે પરંતુ આગળ જતા નુકસાન થઈ શકે છે.કેતુના લીધે તમે ક્રિએટિવ થઈ શકો છો, તમને રહસ્યમહ વાતો જાણવાનું મન થશે. પરિવારમાં વિવાદ થઈ શકે છે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. મોટી ઉંમરની વ્યક્તિને પેટ સંબંધિત બિમારીઓ થઈ શકે છે. સ્ત્રીઓને ગાયનેક પ્રોબ્લેમ પણ થઈ શકે છે.
  • વૃષભ – રાહુ આ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ રાશિ પર રહેશે. આ સમય તમારા માટે ઉભા થઇને પોતાને સાચવવાનો છે. મુશ્કેલીઓ વધશે, પરંતુ આત્મવિશ્વાસ ઘટશે નહીં. ચિંતા પર વિજય પ્રાપ્ત થશે.. હિંમત રહેશે. રોગો વધી શકે છે. બહારનું વ્યક્તિ ઝઘડા લગાવી શકે છે. લોકોનું સાંભળવું નહીં. ઝઘડો કરવા કરતા પીછેહટ કરવી.
  • મિથુન – રાહુ આ નિશાનીથી પ્રસ્થાન કરશે. તમે શાંતિનો અનુભવ કરશો અને પરિવારમાં ખુશીઓ રહેશે. આર્થિક બાબતોમાં પ્રગતિ થશે અને બાળકોમાં પણ ખુશી મળશે. નવા કાર્યની યોજનાઓ બનશે. મોસાળ પક્ષથી ખરાબ સમાચાર આવી શકે છે. જ્યાંથી પૈસા મળવાના હોય તે અટકે. વિદેશ પ્રવાસ ટાળવો. રોકાણ ન કરવું.
  • કર્ક- રાહુ અને કેતુને કારણે કોઈ ખાસ તફાવત નહીં રહે. કોઈ સમસ્યા અપેક્ષિત નથી. તમારે સાવચેત રહેવું પડશે અને રાહુ વિવાદોમાં વિજય મેળવશે અને કેતુ પાસેથી ધન મેળવવાની સંભાવના છે. મોટા ભાઈ-બહેન સાથે તણાવ રહેશે પણ તમે અવગણના કરશો.કેતુના લીધે જો કોઈ મહિલા બાળકનું પ્લાનિંગ કરતી હોય તો તે ન કરે કારણ કે મિસકેરેજ થવાની સંભાવના રહી શકે છે.
  • સિંહ-રાહુ અને કેતુ ચતુર્થ હોવાથી બાંધકામના કામમાં ખર્ચ થવાની સંભાવના છે. અનિચ્છનીય કાર્યો કરવા પડી શકે છે. નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાની સંભાવના છે. પાવર ટૂલ્સથી સાવધ રહો. ધંધામાં પણ તમે છેતરાઈ શકો છો. વિવાદિત કેસોમાં પીછેહઠ કરવી પડશે. નોકરી કરતા હોવ તો હોદ્દો વધી શકે છે. ધ્યાન એ રાખવું કે તમે આ સફળતાથી અભિમાન ન આવે.કેતુની અસરથી માતાની તબિયત ઉપર અસર પડી શકે છે.
  • કન્યા- રાહુ-કેતુ નિરાશા દૂર કરશે અને જુદા પડેલા લોકોને મળવાની તક મળશે. વિદેશમાં રહેતા લોકોને ફાયદો થશે અને આવકમાં સુધારો થશે. દેવામાંથી મુક્તિ મેળવવાનાં પગલાં લેવામાં આવશે. ઘર સુધારણાનાં કાર્યો થશે અને વિવાદોનું સમાધાન થશે. સંપત્તિથી તેનો લાભ મળશે. તમે સ્માર્ટ બનશો, થાકશો નહીં પણ કેતુ મહેનત બહુ કરાવશે. તમને કોઈ રોકાણ કે સાહસ કરવાનું મન થશે. આ કેતુનો પ્રભાવ છે તે સમજીને નિર્ણયો લેવા.
  • તુલા- આ સમય ખરાબ છે. મૃત્યુ, અકસ્માત, ચોરીનો ભય રાહુના લીધે થઈ શકે છે. રિલેશન ખરાબ થઈ શકે છે. જે લોકોથી તમને ફાયદો થતો હોય કે મદદ લેતા હોય તે જ તમારો હાથ છોડશે. રાહુ-કેતુના કારણે કેટલીક સમસ્યાઓ વધી શકે છે. નિરાશા પર આધિપત્ય રહેશે અને સમયસર કાર્યો પૂરા થશે નહીં. સાવધાની રાખવી જોઈએ અને વિવાદોથી દૂર રહેવું જોઈએ. ઘરેલું વિવાદ બહાર આવી શકે છે. જોખમી કાર્યોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.
  • વૃશ્ચિક- કેતુ રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ દૃષ્ટિમાં હશે. આ યોગમાં અનેક પ્રકારના કાર્યો એક સાથે કરવા પડે છે. યોજનાઓ સફળ થશે. ઘરમાં માંગલિક ઉત્સવ રહેશે. જવાબદારીઓ વધશે. સંતાન તરફથી તમને ખુશી મળશે. નાક અથવા કાનની ઇજા અથવા રોગ થવાની સંભાવના છે. અમૂક આશ્ચર્યજનક ઘટનાઓ જીવનમાં બની શકે છે.જોકે કેતુના લીધે તમારી ક્રિએટીવીટી વધશે. તમને નવી ચીજો જાણવાની આતુરતા રહેશે.
  • ધનુ – કેતુ રાશિચક્ર છોડશે અને રાહુની દ્રષ્ટિ પણ અદૃશ્ય થઈ જશે. સમય દરેક રીતે અનુકૂળ રહેશે. ચિંતાઓનો અંત આવશે અને ધાર્મિક કાર્યમાં જોડાશે. પ્રવાસનો સરવાળો પણ બનશે. નવા મકાનો ખરીદવાની યોજના હશે. જેમને વિદેશ જવુ હોય તેમના માટે પણ આ સારો સમય છે. જેમને ઉંઘ ન આવતી હોય તેમને સારી ઉંઘ આવશે. આ ધનુ રાશિ માટે આ પરિભ્રમણ મિશ્ર છે. તેથી સંતુલન રાખીને નિર્ણયો લેવા.
  • મકર – રાહુ અને કેતુ ઇલેવનની કોઈ ખરાબ અસર નહીં થાય. આ સમય અનુકૂળ રહેશે. થોડો માનસિક તાણ હોઈ શકે છે, આ ઉપરાંત ઘૂંટણની પીડા અને અજાણ્યો ડર ચિંતા રહેશે. તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે અને તમે જમીન વગેરે ખરીદવાનું મન બનાવી શકો છો. ઘણી તકો મળશે. તમારી ક્રિએટીવીટી વધશે. તમારી જે નબળાઈ છે તેને દૂર કરવા લોકો મદદ કરશે. તમને સારો જીવનસાથી મળી શકે છે.
  • કુંભ- રાહુ-કેતુ આર્થિકરૂપે કેટલીક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઘૂંટણ અને સાંધાના રોગો પરેશાન કરી શકે છે. વધારે પ્રમાણમાં ઉંઘ આવશે. પારિવારિક સહયોગ ઓછો રહેશે. બાળકો હેરાન કરી શકે છે. ડિસેમ્બર પછી પૈસાની આવકમાં વધારો થશે. જે લોકોએ બાયપાસ સર્જરી કરાવી હોય, ડાયબિટીઝ કે બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે સંભાળવું.કેતુના લીધા પિતા સાથે વિચાર ટકરાય. તમે અન્ય બિઝનેસમાં વળો જે તમારા માટે હિતાવહ ન હોય. તમારા સ્ટેટ્સથી નીચુ કામ કરવું પડે. જેથી તમારી રેપ્યુટેશન બગડે. નોકરીમાં વિધ્નો આવે.
  • મીન – રાહુ-નવમથી વધુ ફાયદો થશે. આ પરિસ્થિતિ ખરાબ પુરુષોને આકર્ષિત કરશે, સાવચેત રહો. કેતુ તમને સ્પિરિચ્યુઅલ બનાવશે. તમારે જ્ઞાન વહેચવાનું મન થશે. તમે ચેરીટી કરી શકો છો. ગળા સંબંધિત બિમારી થઈ શકે. ફેફસા સંબંધિત બિમારી પણ થઈ શકે, વ્યસનથી બચવું. યાત્રાઓ લાંબી રહેશે. બદલીની સાથે બઢતીનો યોગ પણ છે. કામમાં વધારો કરવાની ઇચ્છા રહેશે, પરંતુ વધારે ખર્ચ કરવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે.

રાહુ મહારાજ નારાજ લાગે છે ? કરી જુઓ આ ઉપાયો

  • રાહુના ખરાબ પ્રભાવથી બચવા માટે દરેક પ્રકારના નશાથી દૂર રહેવું
  • દરેક પરિસ્થિતિમાં શાંતિ અને ધીરજ રાખવી.
  • વૃધ્ધ મહિલાનું ક્યારેય અપમાન કરવું નહીં.
  • દિવ્યાંગ વ્યક્તિને જરૂરી સામાન દાન કરવો.
  • બીનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો અને દેહસંસ્કાર માટે લાકડાનું દાન કરવું.
  • રવિવારે ભૈરવને પ્રસાદ સ્વરૂપે દારૂ ચઢાવીને તેલનો દિવો કરી પ્રાર્થના કરવી. રાહુ કેતુથી મળનારી પીડાને દૂર કરવા માટે ભૈરવ ઉપાસના સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા અડદની દાળ તે તેનાથી બનાવેલી નિર્મિત મિષ્ઠાન, દૂધ મેવાનો ભોગ ચઢાવો. ભગવાન ભેરવને ચમેલીનું પુષ્પ અતિપ્રિય છે. જેથી ભેરવને મનાવવા તેમની કૃપા મેળવવા આ પુષ્પને વિશેષ પ્રયોગ કરો.
  • રાહુના ખરાબ પ્રભાવને ઓછું કરવા માટે કોઇ જરૂરિયાતમંદને કાપડ દાન કરવું જોઇએ અને નારિયેળ, અડદ દાળ સહિતનું દાન કરવાથી કેતુ ગ્રહની શાંતિ મળે છે.
  • ભગવાન શિવનું પૂજન કરીને મહામૃત્યુંજયનો જાપ કરવો. ઉપરાંત રાહુના મંત્રના જાપ કરવા.

રાહુને પ્રસન્ન કરવા માટે ધ્યાન મંત્ર

अर्धकायं महावीर्यं चन्द्रादित्यविमर्दनम्।
सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम्।।
રાહુનો તંત્રોક્તમંત્ર
ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः।

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Tags: AstrologyAstrosage Dotcomcorona pandemicGujarati Newslatest news in gujaratiLatest Online Gujarati NewsNewsAayogOnline newsગુજરાતી સમાચારજ્યોતિષશાસ્ત્રરાશિ ભવિષ્યરાહુ કેતુ
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.