કોરોના મહામારીના કારણે ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધ્યો છે. લોકો હવે ગ્રોસરી સામાન ખરીદવા માટે વીજળીનું બિલ ભરવા માટે મોબાઈલ અને ડીટીએસ રિચાર્જ કરવા માટે ઓનલાઇન ઓર્ડર આપવા માટે Paytm, Google Pay, Phone Pay નો ઉપયોગ કરે છે. Paytm ઉપયોગકર્તાઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે. Paytm નો ઉપયોગ કરવો આજથી મોંઘુ થઇ ગયું છે. Paytm ના નિયમો અનુસાર વોલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા એડ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે.
અત્યાર સુધી Paytm વોલેટમાં ક્રેડિટ કાર્ડથી એડ કરવા પર કોઈપણ ચાર્જ ન હતો. Paytm મોબાઈલ વોલેટ ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરીને પોતાના વોલેટમાં જે રકમ એડ છે. તેના પાર 2 ટકા ચાર્જ લગાવવાનું શરૂ કર્યું છે. Paytm ના અનુસાર જ્યારે તે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા એડ કરે છે, તો તે તમારી બેંકને એક હાઈચાર્જનું પેમેન્ટ કરે છે. Paytm લેણદેણ માટે સામાન્ય ચાર્જ લઇ રહ્યું છે.
Paytm વોલેટમાં કેટલી પણ રકમ એડ કરો ચાર્જ લાગશે.
અગાઉ જાન્યુઆરીમાં કંપનીએ જણાવ્યું હતું કે એ 2 ટકા ચાર્જ લેશે, જ્યારે રૂ. 10,000 અથવા તેથી વધુ રકમ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વોલેટમાં ઉમેરાશે. જો કે હવે બદલાયેલા નિયમોં અનુસાર ગમે તેટલી રકમ એડ કરી તો પણ ચાર્જ લાગશે.
કોઈપણ મર્ચન્ટ સાઈટ પર પેટીએમ કરતા કોઈ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો નહિ પડે. Paytm વડે Paytm વોલેટમાં ટ્રાન્સફર કરવા પર ચાર્જ નથી.
ડેબિટ કાર્ડ અથવા નેટબેંકિંગ વડે Paytm વોલેટમાં પૈસા એડ કરવા પર કોઈપણ ચાર્જ નહિ લાગે.
Paytm ની વેબસાઈટ પર ચાર્જ અંગેની માહિતી
કંપનીની વેબસાઈટ paytmbank.com/ratesCharges પર અપાયેલી માહિતી મુજબ 15 ઓકટોબરથી Paytm વોલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા એડ કરશો તો 2 ટકા વધુ ચાર્જ ચૂકવવો પડશે.આ 2 ટકા ચાર્જમાં જીએસટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Paytm માં મળશે કેશબેક
પેટીએમ Paytm વોલેટમાં પૈસા એડ કરવા માટે ડેબિટ કાર્ડ અથવા UPI નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. વોલેટમાં પૈસા એડ કરતી વખતે કોઈ ચાર્જ નહીં લાગે.
Paytm એક એવી ઓફર પણ આપી રહ્યું છે. જેમાં યુઝર્સને ક્રેડિટનો ઉપયોગ કરીને મિનિમમ 2 ટકા કેશબેક મળશે.