દિવાળી દીવડાઓ નો તહેવાર છે. આ દિવસે લોકો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પોતાના ઘરને દીવાની રોશનીથી સજાવે છે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે ઘરમાં સળગાવાતા દઉ અસર રેક દીવડાનું અલગ મહત્વ અને અર્થ છે શું તમે જાણો છો ઘરના કયા ખૂણામાં રાખવામાં આવતા દીવડા ઓનું તમારા જીવનમાં શું અસર થાય છે. ધાર્મિક માનતાઓ અનુસાર ચાલો જાણીયે ધનતેરસથી લઈને દિવાળી સુધી ઘરમાં કેટલા દિવા સળગાવવા જોઈએ અને દરેક દીવડાનું શું થાય છે અર્થ.

પહેલો દીવો – ધનતેરસના દિવસે જે ઘરોમાં યમરાજ ના નીમીત્તે દીપદાન કરવા માં આવે છે. ત્યાં અકાળ મૃત્યુ થવાનો ભય રહેતો નથી.જેના માટે ધનતેરસના દિવસે રાત્રે ઘરના મુખ્ય દરવાજા પર અને ઘરની અંદર 13 દિવા સળગાવવા જોઈએ. પરંતુ યાદ રાખો કે યમ ના નામનો દીવો ઘરના બધા સભ્યો આવ્યા પછી સૂતી વેળાએ સળગાવવો જોઈએ. તેના સિવાય યમ ના દીવાને સળગાવવા હંમેશા જુના દીવડાનો જ ઉપયોગ કરવો જોઈએ। જેમાં સરસોનું તેલ નાખી ઘરની બહાર દક્ષિણની બાજુ મોં કરી કચરાના ઢગલા પાસે મૂકી દેવામાં આવે છે.
બીજો દીવો – બીજો દીવો દિવાળી ની રાત્રે ઘર અને એની આજુબાજુ ની જગ્યા પર સળગાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દિવાળીની રાતે દેવાલયમાં ગાય ના દૂધ થી બનેલ ઘી નો દીવડો સળગાવવાથી જલ્દીથી કર્મથી મુક્તિ મળી જાય છે.
ત્રીજો દીવડો – દિવાળીને રાત્રે એક દીવડો લક્ષ્મી પૂજા દરમિયાન સળગાવવો જોઈએ.
ચોથો દીવડો – દિવાળીના દિવસે ચોથો દીવો તુલસી પાસે સળગાવવો જોઈએ
પાંચમો દીવડો – દિવાળીના દિવસે એક દીવડો ઘરના દરવાજાની બાર સળગાવવું જોઈએ.
છઠ્ઠો દીવડો – દિવાળીના દિવસે એક દીવો પીપળાના ઝાડની નીચે પણ મુકવો જોઈએ.
સાતમો દીવડો – દિવાળીના દિવસે આ દીવડો ઘરની પાસે બનેલા કોઈ પણ મંદિરે સળગાવીને મુકવો જોઈએ
આઠમો દીવડો – આ દીવડો ઘરમાં કચરો મુકવાના સ્થાન પણ સળગાવીને મુકવો જોઈએ.
નવમો દીવડો – આ દીવડો ઘરના બાથરૂમમાં સળગાવીને મુકવો જોઈએ.
દસમો દીવડો – આ દીવડો ઘરની અગાસી ની ટોચ પર મુકવો જોઈએ.
અગિયારમો દીવડો – આ દીવડો ઘરની બારી પાસે મુકવો જોઈએ.
બારમો દીવડો – ઘરની અગાસી પર મુકવો જોઈએ.
તેરમો દીવડો – ઘરની પાસે બનેલા કોઈ પણ ચોરા પર મુકવો જોઈએ.