હાલમાં ટ્વિટર પર છેલ્લા કેટલાક કલાકોથી ટાટા કંપની જ્વેલરી બ્રાન્ડ તનિષ્કની વિરુદ્ધ સખત વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધનું કારણ તનિષ્ક કંપનીની એક જાહેરાત છે. આ જાહેરાત જોઈને કેટલાક લોકો લવ જેહાદને વધારો કરતી જાહેરાત કહી ટ્વિટર પર ગુસ્સે વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે, ઘણા સેલિબ્રિટી પણ તેમના સમર્થનમાં આવ્યા હતા. આ સંઘર્ષ વચ્ચે તનિષ્ક કંપનીએ જાહેરાતનો વીડિયો તમામ પ્લેટફોર્મ પરથી ડિલીટ કરી દીધો છે.

શું હતું વીડિયોમાં ?
તનિષ્કે ઝવેરાતની નવી રેન્જ એકત્વમ માટે એક નવો વિડિયો બનાવ્યો હતો. આ વિડિયોમાં એક મુસ્લિમ પરિવારમાં હિન્દુ મહિલાને પુત્રવધૂ તરીકે દર્શાવવામાં આવી છે. મુસ્લિમ પરિવાર પુત્રવધૂ માટે હિન્દુ પરંપરા મુજબ ગોદભરાઈની વિધિનું આયોજન કરે છે. જેમાં સાસુ-વહુમાં વાત થાય છે કે-
- પુત્રવધૂ: આ વિધિ તમારા ઘરે નથી થતી ને માતા?
- સાસુ: પણ દીકરીને ખુશ રાખવાની વિધિ દરેક ઘરમાં છે.
આ વાતના કારણે ટ્વિટર પર વિરોધ થયો હતો. જેણે ત્યારબાદ બોયકોટની સ્વરૂપ ધારણ કર્યું. જેમાં એક્ટ્રેસ કંગના પણ ઝંપલાવી હતી.
