લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ કહ્યું હતું કે ‘માની ને ચાલો કે NRC આવવાનું છે’ જણાવી દઈએ કે આસામમાં NRCની પ્રક્રિયા ચાલી રહી છે. એમણે સ્પષ્ટ કહ્યું છે કે મોદી સરકાર દેશમાં રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર (NRC) લઇ જરૂર આવશે અને જયારે NRCની પ્રક્રિયા પુરી થઇ જશે ત્યારે દેશમાં એક પણ ગેરકાયદેશર ઘુષણખોરો નહિ રહે. હવે એ NRC ક્યારે લાગુ થશે તે માટે હાલ કોઈ જાણકારી નથી, જો NRC દેશભરમાં લાગુ થયું તો તમારે ભારતીય નાગરિકતા સિદ્ધ કરવા માટે આ ડોક્યુમેન્ટ્સની જરૂરત પડશે.

જાણો શું છે NRC?
NRC એટલે રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર જણાવે છે કે કોણ ભારતીય નાગરિક છે અને કોણ નથી. જે લોકોના નામ આમાં સામેલ ન થાય છે, તેઓ ગરકાયદેશર નાગરિક કહેવાશે. એ મુજબ 25 માર્ચ 1971 પહેલા આસામમાં રહી રહેલા લોકોને ભારતીય નાગરિક માનવામાં આવશે.
આ ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે

જો કોઈ પોતાને ભારતનો નાગરિક સિદ્ધ કરવા ઈચ્છે છે તો તેમને કયા-કયા ડોક્યુમેન્ટ્સની જરૂરત પડશે. આ ડોક્યુમેન્ટ્સ 1951થી પહેલાના હોવા જોઈએ.
NRC લાગુ થયા પછી તમારી પાસે 1951 પહેલાનું રહેઠાણનો પુરાવો, જમીન સંબંધિત કાગડો અને ભાડૂત રેકોર્ડ, પાસપોર્ટ, LIC પોલિસી અને એજ્યુકેશન સર્ટિફિકેટ્સ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે.
25 માર્ચ 1971 પહેલાથી આસામમાં રહેતા લોકો આસામના નાગરિક માનવામાં આવશે. NRC માટે બે લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. લિસ્ટ A અને લિસ્ટ B.
લિસ્ટ Aમાં એવા નાગરિકોનો સમાવેશ થાય છે જેમને પોતાના કાગળો જમા કરાવવાના રહેશે. ત્યારે લિસ્ટ B માં એવા લોકો જેમણે આસામમાં પોતાના પૂર્વજોને લગતા ડોક્યુમેન્ટ્સ જમા કરવાના રહેશે.
લિસ્ટ Aમાં માં માંગવામાં આવેલ મુખ્ય ડોક્યુમેન્ટ્સ
- 25 માર્ચ 1971 સુધી ઇલોક્ટ્રોલ રોલ
- 1951ની NRC
- ભાડુઆતના રેકોર્ડ
- સિટિઝનશિપ સર્ટિફિકેટ
- રેસિડેન્ટ સર્ટિફિકેટ
- પાસપોર્ટ
- બેન્ક અને LIC ડોક્યુમેન્ટ
- પરમાનેન્ટ રેસિન્ડસી સર્ટિફિકેટ
- એજ્યુકેશન સર્ટિફિકેટ એન્ડ કોર્ટ ઓર્ડર રેકોર્ડ
- રિફ્યૂજી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
લિસ્ટ B
- લેન્ડ ડોક્યુમેન્ટ્સ (Land Document)
- બોર્ડ યુનિવર્સીટી સર્ટિફિકેટ
- બર્થ સર્ટિફિકેટ
- બેન્ક, પોસ્ટ ઓફિશિયલ સર્ટિફિકેટ
- રાશન કાર્ડ
- વોટર લિસ્ટમાં નામ
- કાયદાકીય રીતે સ્વીકાર્ય અન્ય ડોક્યુમેન્ટ્સ (Legally acceptable other douments)
