મુંબઈનું વર્લ્ડ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે પાવભાજી. આ વ્યંજન ત્યાંના દરેક ગલીઓમાં તમને સરળતાથી મળી રહેશે. માખણથી તરબતર પાવ અને ચટપટી ભાજીનો સ્વાદ એવો હોય કે આને ખાઈને તમે આંગળીઓ ચાટતા રહી જશો. આના સ્વાદને શબ્દોમાં વ્યક્ત કરવું સરળ નથી. જે લોકોએ પાવભાજી ચાખી હશે તેઓ આ વાતને સારી રીતે જાણતા હશે.
પાવભાજીનો ઇતિહાસ પણ તેના સ્વાદ જેટલોજ ચટપટો છે. મજાની વાત એ છે કે આનો સંબંધ અમેરિકાથી પણ છે. ચાલો આ ટેસ્ટી ડિશનો ઇતિહાસ પણ જાણી લઈએ.

પાવભાજીની ખોજ ત્યારે થઇ તયારે અમેરિકામાં ગૃહ યુદ્ધ (1861-1865) ના ચાલતે કૉટનની માંગ જોરમાં વધી રહી હતી. એટલે મુંબઈના કાપડ મિલમાં દિવસ રાત સુત્રાવ કાપડનું પ્રોડકશન થવા લાગ્યું. મોટા પ્રમાણમાં કાપડના ઉત્પાદનના ચાલતે મજૂરોને મિલોમાં દિવસ રાત કામ કરવું પડતું હતું.
એટલે તેમની પાસે જમવા માટે ખુબ જ ઓછો સમય મળતો હતો. મિલની બહાર ઉભેલા સ્ટ્રીટ ફૂડ વેંડર્સની કમાણીમાં પણ ઘટાડો થવા લાગ્યો તેથી તેઓએ એક નવી ડીશનું નિર્માણ કર્યું. આને તેઓએ કેટલા પ્રકારની શાકભાજી, ટામેટા, બટાકાના ખીરામાં મિક્સ કરી બનાવ્યું અને પાવ સાથે સર્વ કર્યું. આ સ્વાદમાં ખુબ જ ટેસ્ટી હતી અને મજૂરો આને ખાઈને ફરી કામ પાર લાગી જતા હતા.

હળવું જમણ જમવાથી તેમને ઊંઘ પણ નહીં આવતી હતી. સાથે જ તેની પ્રાઇસ પણ ઓછી હતી. આ ટેસ્ટી અને સ્પાઇસી ડિશનો સ્વાદ લોકોને પસંદ આવવા લાગ્યો. આ રીતે તે ધીરે- ધીરે આખા મહારાષ્ટ્ર અને પછી આખા દેશમાં પાવ ભાજી ફેમસ થઇ ગઈ. હવે આ ડીશ દેશના નાના-મોટા રેસ્ટોરન્ટથી લઇ ફાઈવ સ્ટાર હોટલમાં પણ સર્વ કરવામાં આવે છે.
જો મુંબઈની બેસ્ટ પાવભાજીની વાત કરીએ તો, લોકો સરદારજીની પાવભાજીનુ નામ લે છે. આ મુંબઈના તારદેવ રોડના જંકશન પર બનેલૂ એક ફેમસ રેસ્ટોરેન્ટ છે. અહીં તમને અલગ-અલગ પ્રકારની પાવભાજી ખાવા મળશે. જેમ ચીઝ પાવભાજી, જેન પાવભાજી વગેરે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.