સાંજે ઘરે ગયા પછી બધાની એક જ ફરિયાદ હોય છે. થાકી ગયો/ગઈ છું. હવે કામ કરવાની આળસ ચઢે છે ઓફિસએ જતા કર્મચારી, ગૃહિણીઓ કે અભ્યાસ કરતાં બાળકોમાં સામાન્ય સમસ્યા હોય છે. આ થાક અને આળસની સમસ્યાને ક્રોનિક ફૈટીગ સિંડ્રોમ કહેવાય છે.

આપણે બે પ્રકારની થાક અનુભવતા હોઈએ છીએ એક છે માનસિક અને બીજી શારીરિક, શારીરિક થાક માં વ્યક્તિ કોઈ કામ કરી શક્તિ નથી જેવાકે દાદર ચઢવા, વધારે જોર લગાવવાનો હોય તેવા કામ આ નું કારણ આપડે સ્નાયુની નબળાઈ કહી શકીયે। બીજી છે માનસિક થાક માં વ્યક્તિ પોતાના કામ પાર ધ્યાન નથી તેનું મન બીજી જગ્યા એ જ ભટકતું રહે છે.

થાકનું સૌથી મોટું કારણ ઓછી ઊંઘ હોય છે એક રિપોર્ટ અનુસાર દર ત્રણમાંથી એક વ્યક્તિ પુરતી ઊંઘ કરતાં નથી. 18 વર્ષથી વધારેની વયના લોકોને રોજ 7થી 8 કલાકની ઊંઘ જરૂરી હોય છે. આ થાકનો કોઈ ઈલાજ નથી પરંતુ એની અસર તમને જરૂર થાય છે જેના પ્રત્યે બેદરકારી દાખવવી ન જોઈએ.
થાક શા માટે લાગે છે
થાક લાગવા પાછળ હેલ્થ પ્રોબ્લેમ પણ જવાબદાર હોય શકે છે. એનીમિયા, થાયરોઈડ, ડાયાબિટીસ, ફેફસાં અને હૃદયરોગ જેના કારણે પણ તમને વધારે થાક લાગે છે. ડાયાબિટીસ જેવી બીમારીનો સમયસર ઈલાજ કરવામાં આવે તો થાક દૂર થાય છે. કેટલાક કિસ્સામાં હેલ્ધી આહાર અને નિયમિત વ્યાયામ પણ તમારી આ સમસ્યા દૂર કરી શકે છે.
થાક લાગવાના કારણો
- તાણ, દુખ, વ્યસન, ચિંતા, સંબંધોમાં તાણ ના કારણે પણ તમે માનસિક થાક અનુભવી શકો છો. કેટલાક લોકો માટે ઊંઘ ન આવવાના કારણે પણ માનસિક થાક લાગે છે.
- મોડી રાત સુધી કામ કરતાં લોકોને પણ થાક લાગે છે. ઊંઘ ન આવવા પાછળ સ્લીપ એપનિયા, નાર્કોલેપ્સી પણ કારણ હોય છે.
- શરીરમાં દુખાવો હોય તો તેના કારણે પણ દર્દીને રાત્રે ઊંઘ આવતી નથી. આવી સ્થિતિમાં તેઓ દિવસભર થાક અનુભવે છે.
- નિમોનિયા, અસ્થમા, ક્રોનિક ડિઝીસ, હાર્ટની બીમારી, એસિડ રિફ્લક્સ, ઈંફ્લેમેટરી બાઉલ ડિસીસ, ફેફસા અને પાચન સંબંધીત બીમારીના કારણે પણ થાક અનુભવાય છે.
- શરીરનું વધારે વજન હોય તો તેનાથી સ્નાયૂ પર દબાણ વધે જેથી પણ થાક લાગે છે . આ ઉપરાંત વજન ઘટાડવાની કસરતો દરમિયાન પણ વ્યક્તિ થાક અનુભવે છે. જો વજન ઓછું હોય ત્યારે પણ વધારે થાક લાગે છે.
થાકના લક્ષણો
સ્નાયૂમાં દુખાવો, પેટમાં દુખાવો, કબજિયાત અને સોજા, ઉદાસીનતા અને ઉત્સાહની ખામી, દિવસમાં ઊંઘ આવવી, નવા કામમાં ધ્યાન કેન્દ્રિત ન થાય, માથાનો દુખાવો રહેતો હોય, આંખમાં જાંખુ દેખાવવું
સારવાર
દર્દીઓને સામાન્ય રીતે આ સમસ્યામાં ઊંઘની દવા આપવાથી અથવા સ્પેશિયલ થેરાપી પણ આપવી જરૂરી છે. દર્દીને હેલ્ધી ફુડ, નિયમિત વ્યાયામ અને સારી ઊંઘ કરવી જોઈએ. લાંબા સમય સુધી સ્થિતિ સુધરે નહીં તો ડોક્ટરની મદદ લેવી.
