26 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં ઉજવણી થશે. દેશમાં વિવિધ ભાગોમાં ધ્વજ વંદન કરવામાં આવશે. ત્યારે રાજકોટ કલેક્ટર કચેરીમાં નિષ્ણાત વિરાજબા જાડેજા દ્વારા 42 હજાર કાગળના ટૂકડા જોડી 10.6 ફૂટનો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાંમાં આવી રહ્યો છે. જેને લઇ 26મી જાન્યુઆરીના દિવસે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે. અગાઉ વિરાજબા જાડેજાએ UAEમાં કાગળનો રાષ્ટ્રધ્વજ 9.5 ફૂટનો બનાવ્યો હતો.

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની રાજકોટમાં ઉજવણી થનાર હોવાથી કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાગળના ટૂકડાથી રાષ્ટ્રધ્વજ 22 દિવસની મહેનત બાદ તૈયાર થયો છે. રાષ્ટ્રધ્વજ તૈયાર કરી રહેલા વિરાજબા જાડેજાએ જણાવ્યું કે, આને જાપાનીઝ પદ્ધતિ કહેવાય છે. જેમાં માત્ર પેપરનો જ ઉપયોગ કરી જે તે કૃતિ બનાવવામાં. મેં તે કલાકૃતિનો ઉપયોગ કરીને રાષ્ટ્રધ્વજ બનાવવાનું શરૂ કર્યું છે. કાગળના ટુકડા બનાવવા માટે રાજકોટના અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓની મદદ લેવાઈ છે.
