આગામી 1 માર્ચે મહાશિવરાત્રિ છે. રૂદાક્ષ ધારણ કરવા માટે મહાશિવરાત્રિનો દિવસ ખુબ શુભ માનવામાં આવે છે. રૂદાક્ષનો સંબંધ ભગવાન શિવ સાથે છે અને આને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. ભગવાન શિવના મંત્રોનો જાપ કરવા માટે રૂદાક્ષની માળાનો જ ઉપયોગ કરાય છે. રૂદાક્ષ ધારણ કરવાથી સંકટ દૂર થઈ જાય છે, દુ:ખ અને ગ્રહ દોષ દૂર થાય છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, સંપત્તિ તમામ પ્રાપ્ત થઈ શકે છે. આને ધારણ કરવાના પણ નિયમ હોય છે.
પ્રાચીન કથાઓ મુજબ જ્યારે ભગવાન શિવ હજાર વર્ષ સુધી સાધનામાં લીન હતા ત્યારે એક દિવસ તેમની આંખો ખુલી તો તેમના આંસુનુ એક ટીપુ પૃથ્વી પર પડી ગયું. જ્યાં રૂદાક્ષની ઉત્પત્તિ થઈ. શિવ આજ્ઞા અને માનવ કલ્યાણ માટે રૂદાક્ષના વૃક્ષ સમગ્ર ધરતી પર ફેલાઈ ગયા. રૂદાક્ષનો ભગવાન શિવ સાથે સંબંધ છે. આ કારણથી રૂદાક્ષને ચમત્કારી અને પ્રભાવી માનવામાં આવે છે.
રૂદાક્ષના પ્રકાર
રૂદાક્ષ એકથી લઈને 21 મુખી હોય છે. આમાં પણ 11 મુખી રૂદાક્ષને સર્વસિદ્ધિ રૂદાક્ષ માનવામાં આવે છે.
- એક મુખી રૂદાક્ષ- શિવ સ્વરૂપ
- બે મુખી રૂદાક્ષ- અર્ધનારીશ્વર સ્વરૂપ
- ત્રણ મુખી રૂદાક્ષ- અગ્નિ અને તેજ સ્વરૂપ
- ચાર મુખી રૂદાક્ષ- બ્રહ્મ સ્વરૂપ
- પાંચ મુખી રૂદાક્ષ- કાલાગ્નિ સ્વરૂપ
- છ મુખી રૂદાક્ષ- ભગવાન કાર્તિકેય સ્વરૂપ
- સાત મુખી રૂદાક્ષ- સપ્તઋષિઓનુ સ્વરૂપ
- આઠ મુખી રૂદાક્ષ- અષ્ટ દેવીઓનુ સ્વરૂપ
- નવ મુખી રૂદાક્ષ- ધન, સંપત્તિ, યશ અને કીર્તિ માટે ધારણ કરે છે
- દસ મુખી રૂદાક્ષ- નકારાત્મક શક્તિઓ સાથે સુરક્ષા માટે
- અગિયાર મુખી રૂદાક્ષ- સર્વસિદ્ધિ રૂદાક્ષ, આત્મવિશ્વાસ વૃદ્ધિ માટે
- બાર મુખી રૂદાક્ષ- સફળતા માટે
- તેર મુખી રૂદાક્ષ- સુખદ વૈવાહિક જીવન માટે