મંગળ 4 ઓક્ટોબરે મીન રાશિમાં વક્રી થશે અને 14 નવેમ્બરના રોજ માર્ગી થશે. આ પછી, 24 ડિસેમ્બર 2020 ના રોજ, તેઓ તેમની સ્વરાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ એ જળ તત્વની નિશાની છે અને તે ગુરુ દ્વારા શાસન કરે છે, ગુરુ અને મંગળ એકબીજાના મિત્રો છે. મીન રાશિના જાતકો અંતર્જ્ઞાન, ભાવના અને કરુણાથી પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે મંગળ ક્રિયા, હિંમત અને ઇચ્છાશક્તિનું સૂચક છે. મંગળ ગ્રહનું સંક્રમણ, જળ તત્વની રાશિમાં અગ્નિ તત્વો લાગણીઓને અસર કરી શકે છે. જો લાગણીઓને નિયંત્રિત કરવામાં આવે તો તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જાણીએ દરેક રાશિ પર આ ગ્રહ પરિવર્તનની શું થઈ શકે છે અસર.

મેષ- મંગળ ગ્રહનું વક્રી થવું મેષ રાશિ માટે આરોગ્યની દ્રષ્ટિએ શુંભ નથી. કાર્યક્ષેત્રમાં પણ પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ધીરજ રાખવી અને મહેનત પર વિશ્વાસ રાખવો. જીવનમાં ઉતાર-ચડાવના સંકેતો મળશે.
વૃષભ- આ રાશિના જાતકોને આર્થિક પડકારોનો સામનો કરવો પડે તેવા સંજોગ છે. એવી સ્થિતિ પણ સર્જાય કે બનતા કામો પર પણ બ્રેક લાગે, પરંતુ ગભરાવવું નહી કેમકે જમીન સાથે સંકળાયેલા પ્રકરણોમાં લાભ મળવાના સંકેત છે. ગુસ્સા પર કાબૂ રાખવો.
મિથુન- આ રાશિને કાર્યક્ષેત્રમાં તકલીફ આવી શકે છે અને નોકરી બાબતે પરેશાની વધી શકે છે. ઓફિસમાં કોઈ કર્મચારી સાથે બોલાચાલી થઈ શકે છે પરંતુ ધીરજ રાકવી અને ગુસ્સો ન કરો. પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું.
કર્ક- મંગળનું વક્રી થવું કર્ક રાશિ માટે શુભ નથી. રાશિના જાતકોના ભાગ્ય પર ગ્રહણ પણ લાગે છે. પરંતુ કર્મ કરજો અને હિમ્મત ન હારતાં. આરોગ્યનું ખાસ ધ્યાન રાખજો. આર્થિક સ્થિતિ માટે પણ દુવિદ્યા રહેશે.
સિંહ- આ રાશિ માટે મંગળનું વક્રી થવું અશુભ નથી પરંતુ પૈતૃક સંપંત્તિમાં નુકશાન થવાના સંકેત છે. ધંધામાં મિશ્ર પરિણામોનો સામનો થશે અને અચાનક લાભ પણ મળી શકે છે.
કન્યા- આ રાશિના જાતકો માટે દામ્પ્ત્ય જીવનમાં તકલીફોનો સામનો કરવો પડી શકે છે. જો વેપારમાં કોઈની સાથે ભાગીદારી કરવાનો વિચાર છે તો બિલકુલ ન કરશો. હાલ કોઈની સાથે મળીને કામ કરવું યોગ્ય નથી. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો.
તુલા રાશિ- મંગળ ગ્રહ વક્રી થવાથી આ રાશિના લોકોને મિશ્ર પરિણામ મળશે. આરોગ્યમાં સુધાર થશે અને સ્થાયી સંપત્તિ વધવાનો યોગ છે. ધંધાની વાત કરીએ તો ઉતાર-ચડાવ આવતો રહેશે. શત્રુઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.
વૃશ્ચિક- પ્રેમ સંબંધ માટે સંજોગો સારા નથી અને કોઈ પ્રિય સાથે અણબનાવ થવાની આશંકા છે. ખર્ચાઓમાં પણ વધારો થઈ શકે છે.
ધન- સુખ અને ખુશીઓમાં ઉણપ આવવાના સંકેત છે. પરિવારમાં ખાસ કરીને માતાની તબિયતનું ધ્યાન રાખશો, નવું કામ શરૂ કરવા માટે સારો સમય છે.
મકર- સાહસ અને પરાક્રમમાં ઉણપ આવી શકે છે અને મનમાં કોઈ બાબતે ભય રહેશે. નાના ભાઈ-બહેનો સાથે મનદુઃખ થઈ શકે છે એટલે સમજદારી દાખવશો અને ફાલતુ વાતો પર ધ્યાન ન આપશો.
કુંભ રાશિ- બની શકે કે તમે પૈસાની બચત કરવા માંગો પરંતુ કરી ન શકો. કોઈ માટે ખરાબ ન વિચારવું કે અપશબ્દો ન બોલવા. પરિવારમાં મનદુઃખની સ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ વેપારમાં લાભ થવાના સંકેત છે.
મીન રાશિ- માનસિક રીતે પરેશાન થઈ શકો છો અને વૈવાહિક જીવનમાં પણ તકલીફો હાવી થઈ શકે છે. મન લગાવીને કામ કરશો કેમકે કાર્યક્ષેત્રમાં પણ પડકારનો સામનો કરવો પડે એવા એંધાણ છે.
