ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ હૈદરાબાદ ટી20 પારીમાં નાબાદ અર્ધશતક ફટકારી ટિમ ઇન્ડિયાને સરળતાથી જીત અપાવી હતી. તેણે 50 બોલમાં 6 ચોકા અને 6 છકા ફટકારી નાબાદ 94 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝે જ્યારે 5 વિકેટ પર 207 રનનો સ્કોર બનાવ્યો ત્યારે લાગી રહ્યું હતું કે ટીમ ઇન્ડિયા માટે હૈદરાબાદ ટી20 ઇન્ટરનેશનલમાં લક્ષ્ય પ્રાપ્ત કરવું સરળ રહેશે નહીં પરંતુ ફરી એક વખત મેદાનમાં વિરાટ કોહલીનું બેટ એવું ચાલ્યું કે ભારતને જીત અપાવીને જ થોભ્યું. કોહલી જો કે શુરુઆતમાં શુષ્ક દેખાતો હતો પરંતુ એક વખત જ્યારે સેટ થઇ ગયો તો તેણે જોરદાર બેટિંગ કરી. કોહલીએ વિજયી સિક્સર ફટકારીને ભારતને 8 બોલ પહેલાં 4 વિકેટ પર 209ના સ્કોર સુધી પહોંચાડી દીધા.

12મી વખત ટી20 ઇન્ટરનેશનલમાં મેન ઓફ ધ મેચ બની રેકોર્ડ બનાવનાર કોહલીએ મેચ પ્રેઝન્ટેશન દરમ્યાન કહ્યું કે ‘તમામ યુવા બેટસમેન મારી શુરુઆતની ઇનિંગ્સના હિસ્સાને ફૉલો ન કરો. એ સમયે હું બોલને જરૂર કરતાં વધુ જોરથી હિટ કરવાની કોશિશ કરી રહ્યો હતો’. કોહલીએ જેસન હોલ્ડરની ઓવરમાં કેટલાંક શૉટ ફટકાર્યા અને ત્યારબાદ તેઓ રંગમાં પાછા આવ્યા. કોહલીએ માન્યું કે આ ઓવર બાદ તેઓ લયમાં બેટિંગ કરવા લાગ્યા. કોહલીએ કહ્યું કે ‘મેં અધવચ્ચે જ મારી ઇનિંગ્સની આકરણી કરી અને તેનાથી મને ખબર પડી કે હું શું ભૂલ કરી રહ્યો છું’.
વિરાટએ કહ્યું કે મને મારી ક્ષમતાઓ અંગે ખબર છે, ટી20 ક્રિકેટ રમતા પણ હું જાણું છું કે હું અહીં દર્શકોનું મનોરંજન કરવા આવ્યો નથી. મારું કામ મેચ જીતાડવાનું છે અને તેના પર મારું ધ્યાન કેન્દ્ર રહે છે. કોહલીએ કહ્યું કે તેઓ ફૉર્મ અંગે ખાસ વિચારતા નથી તેમની કોશિશ દરેક ફોર્મમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હોય છે.
ચેસ માસ્ટર કહેવાતો કોહલી કહે છે કે, ‘રનોનો પીછો કરતાં તમે ભટકી શકો નહીં. જેવા ચાર-પાંચ બોલ મિસ થાય છે તમારા પર સ્કોરકાર્ડનું પ્રેશર પડવા લાગે છે અને તમે ખુદને તૈયાર કરી લો છો’.
