ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી આજે 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ક્રિકેટની દુનિયામાં પોતાની રમતથી રેકોર્ડ્સની વરસાદ કરતો કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગલું રાખ્યા બાદ લગાતાર કમાલ કરી રહ્યો છે. તેના જન્મદિવસ નિમિત્તે આજે અમે તમને વિરાટ કોહલી અને તેના પરિવારથી જોડાયેલી અમુક વાત શેર કરીશું. ભારતમાં હજુ પણ હજારો લોકો 1947 માં થયેલા દેશના ભાગલાના દુઃખને ભૂલી શક્યું નથી. 15 ઓગસ્ટ 1947 બાદ કેટલા ખિલાડી એક બીજાના વિરોધી બનીને મેદાનમાં ઉતરવા લાગ્યા હતા. રમતના મેદાન પર ભારતના કમાન હરીફ પાકિસ્તાનની ટીમમાં એક નામ વિરાટ કોહલીનું પણ જોડાયેલું હોત.

આ ભાગલાનું દુઃખ વિરાટ કોહલીના પરિવાને પણ ભોગવવું પડ્યું હતુ. કોહલીનો પરિવાર પાકિસ્તાનથી 1947 માં મધ્ય પ્રદેશના કટની શહેરમાં આવી ગયો હતો. ત્યાર બાદ આગલા 14 વર્ષ સુધી તેમના પિતા પ્રેમ કોહલીએ તેજ શહેરમાં વસવાટ કર્યો. 1961 માં વિરાટના પિતા પ્રેમ કોહલી તેમના પરિવાર સાથે દિલ્લી શિફ્ટ થઈ ગયા. ત્યાં જ વિરાટનો જન્મ થયો. મધ્ય પ્રદેશના કટનીમાં તેના પરિવારથી મળવા વિરાટ છેલ્લી વાર 11 વર્ષ પહેલા 2005 માં ગયો હતો. ત્યાર બાદ સમય ન મળતા તે ક્યારેય કટની શહેર ન જઈ શક્યો.

વિરાટના પિતાએ દિલ્લીમાં વ્યાપાર શરુ કર્યો તો તેના ભાઈ અને ભાભીએ કટનીમાં રાજનીતિના મેદાનમાં પરચમ લહેરાવ્યો. કટનીમાં રહેતા તેમની કાકીની તે શહેરમાં મેયર તરીકે પસંદગી થઈ. કાકા ગિરીશ કોહલી અને કાકી આશા કોહલી હજુ પણ કટનીમાં રહે છે. તેમને એ વાતનો ગર્વ છે કે તેમનો ભત્રીજો દેશ માટે ક્રિકેટ રમે છે અને તેની રમતથી આખી દુનિયામાં ભારત અને તેમના પરિવારનું નામ રોશન કરે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.