ભારતમાં આજથી દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાનનો (Corona Vaccination In India) આરંભ થઈ રહ્યો અને સૌ પ્રથમ દેશના હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનેશન (Covid Vaccination) બાદ લાભાર્થીઓને ઓછામાં ઓછા અડધો કલાક સુધી આરામ કરવાની સલાહ આપી છે.
#BreakingNews : વડાપ્રધાન મોદીના સંબોધનનમાં શું કહ્યું ?
— News Aayog (@newsaayog) January 16, 2021
* વધુ માહિતી માટે https://t.co/znQZZUgNfL
Join our Telegram Channels : https://t.co/QZtpmIB5JR#Narendramodi #CoronaVaccine #LargestVaccineDrive #CoronaVirus #LatestNews #OnlineNews #NewsAayog pic.twitter.com/ISMHEJ6DAM
વેક્સિન (Corona Vaccine) મેળવનારના આરામ માટે માટે વેક્સિનેશન સેન્ટર્સ પર ત્રણ જગ્યા ફાળવવામાં આવી છે. જેમાં વેઈટિંગ, વેક્સિનેશન અને ઓબઝર્વેશન માટે. વૅક્સીન મૂકાયા બાદ લાભાર્થીને સલાહ આપવામાં આવે છે કે, તે તાત્કાલીક સાઈટ છોડીને ના જાય અને ઑબ્ઝર્વેશન માટે વેક્સિનેશન સેન્ટર્સ પર રોકાય. વેક્સિનેશન સેન્ટર્સ પર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું ફરજિયાત છે.
ભારત અનેક વર્ષોથી દેશમાં રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે, પરંતુ કોરોના મહામારી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી આ વેક્સિનેશન ઝૂંબેશ, સમગ્ર વિશ્વનું સૌથી મોટુ અભિયાન (Corona Vaccination In India) છે. આથી જ ખાસ તકેદારી રાખવાની આવશ્યક્તા છે. કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી જ વેક્સિનેશન માટે જરૂરી સ્થિતિઓને સ્પષ્ટ કરી દીધી છે. વૅક્સીન આપવા માટે અધિકારીઓને પણ ખાસ તાલીમ આપી દેવામાં આવી છે.
મંત્રાલયે સ્પષ્ટતા કરી દીધી છે કે, કોવિશીલ્ડ વૅક્સીન મૂકાયા બાદ શરીરમાં નબળાઈ અને માથાના દું:ખાવા જેવી સમસ્યા ઉભી થઈ શકે છે. આવી સમસ્યા ઉભી થવા પર પેરાસિટોમલનો ઉપયોગ કરી શકાય છે. ભારત બાયોટેક દ્વારા ડેવલોપ કરવામાં આવેલી કોવેક્સીનલગાવ્યા બાદ ઈન્જેક્શન વાળી જગ્યાએ સોજા સાથે દુ:ખાવો, માથું દુ:ખવું, થાક, તાવ, શરીરમાં નબળાઈ, પેટમાં દુ:ખાવો, ઝાડા-ઉલ્ટી અને ચક્કર આવી શકે છે.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP