Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 22, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

અદાણીના અમદાવાદમાં ઇલેકિટ્રક વાહનો માટેના સૌ પ્રથમ રિચાર્જીંગ સ્ટેશનનો આરંભ

28/03/2022
in Gujarat, Latest News, Surat
ev charging station

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

ઇલેક્ટ્રિક વાહનો માટેના માળખાકીય ક્ષેત્રમાં અદાણી ટોટલ ગેસનું પદાર્પણ

  • એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર હોવાના નાતે આ કદમ તેના વ્યૂહાત્મક પગલા સાથે બંધ બેસે છે

  • ગ્રીન પાવર અને રિયલ એસ્ટેટ માટે સ્ત્રોતનો જૂથ સ્તરની સિનર્જીનો લાભ લેવાનો હેતુ

ભારતની અગ્રણી શહેરી ગેસ વિતરણ કંપની અદાણી ટોટો ગેસ લિ.એ ઇલેક્ટ્રિક વાહનો માટે રિચાર્જીંગની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે અમદાવાદ શહેરમાં તેના સર્વ પ્રથમ ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જીંગ સ્ટેશનનો આરંભ કરવા સાથે વીજળીથી ચાલતા વાહનો માટેની માળખાકીય સુવિધાના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. અમદાવાદના મણિનગરમાં આવેલા અદાણી ટોટલ ગેસના સી.એન.જી સ્ટેશન ખાતે ઝડપથી રિચાર્જીગની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્થાપવામાં આવેલા આ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક વાહન ધારકોને ઝડપી રિચાર્જીંગની સેવા પ્રદાન કરશે.

“ભારતમાં વિશાળ ગ્રાહકના આધારને નવા સ્વચ્છ ઇંધણની પસંદગી પૂરી પાડવા માટે અમદાવાદમાં પ્રથમ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના સાથે ઇલેક્ટ્રિક વાહન વ્યવસાયના ક્ષેત્રમાં પદાર્પણ અદાણી ટોટલ ગેસ માટે નવી દીશામાં એક વધુ સીમાચિહ્નરૂપ છે. ભારતના તમામ મોટા શહેરો અને નગરોમાં ટકાઉ ઇંધણના ઉકેલ.માટે ઉભરતી વ્યવસાયિક તકને અવસર સમજીને સમયસર ઝડપી લેવાના અમારા દ્રષ્ટીકોણ સાથે સંલગ્ન છે.”એમ અદાણી ટોટલ ગેસના મુખ્ય કારોબારી અધિકારી શ્રી સુરેશ પી.મંગલાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું.

કંપનીનો મનસુબો દેશભરમાં 1500 ઇલેક્ટ્રિક વાહન ચાર્જીંગ સ્ટેશન સ્થાપીને તેના નેટવર્કને વિસ્તારવાનો છે અને દેશમાં ઇલેક્ટ્રિક વાહનની ઇકોસિસ્ટમની માંગ અને તેમાં વેગના નિર્માણની તીવ્રતાના આધારે 1500 ઇલેક્ટ્રિક વાહન ચાર્જીંગ સ્ટેશનથી આગળ વધવા માટેની વિસ્તરણ યોજના પણ તૈયાર રાખી છે.

ev charging station

સીએનજીના રિટેલર તરીકે અદાણી ટોટલ ગેસ લિ. દેશભરમાં મજબૂત પગદંડો ધરાવે છે. રિટેલ જગ્યાની માલિકી,ક્ષેત્રોના ગ્રાહકોને ઉમદા સેવા પૂરી પાડવાનો વિશાળ અનુભવ અને સમગ્ર ભારતમાં પથરાયેલા તેના ગ્રાહકના મજબૂત આધારને કારણે તે ઇલેક્ટ્રિક વાહન સંબંધી વ્યવસાયમાં સક્રિય ભૂમિકા અદા કરવા માટે એક શિરમોર સ્થાને છે.

ઇલેક્ટ્રિક વાહન સંલગ્ન વ્યવસાયમાં સાહસ કરવા અને ઝડપથી વિકસી રહેલા ઇલેક્ટ્રિક વાહનના બજારમાં નોંધપાત્ર હિસ્સો મેળવવા માટે કંપની વ્યૂહાત્મક રીતે યોગ્યતા ધરાવે છે.અદાણી સમૂહની રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન કરવાની સહજ ક્ષમતાના એક મજબૂત પાયામાંથી પણ અદાણી ટોટલ ગેસ લિ.તેની તાકાત મેળવે છે અને ગ્રીન પાવર સોર્સિંગ માટે સમૂહ સ્તરે સિનર્જીને આગળ વધારી શકવા સક્ષમ છે.

ઇલેક્ટ્રિક વાહનના આંતર માળખાના અવકાશમાં ટોટલ એનર્જીસ એસઇનો વૈશ્વિક બહોળો અનુભવ એ વધારાનું એક ધારદાર પરિબળ છે જે અદાણી ટોટલ ગેસ લિ.ના દ્રષ્ટિકોણમાં સ્પર્ધાત્મકતા સામે અડીખમ ઉભા રહેવા પ્રેરણા પૂરી પાડે છે કારણ કે અદાણી ટોટલ ગેસનું લક્ષ્ય બજારની આગેવાની અદા કરવા પર છે.

ઉલ્લેખનિય છે કે અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક વિસ્તારતી અને ઔદ્યોગિક, કોમર્શિયલ, ઘર વપરાશના ગ્રાહકોને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પૂરો પાડતી તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) પૂરો પાડતી ભારતની અગ્રણી ખાનગી કંપનીઓ પૈકીની એક છે. 14 ભોગોલિક વિસ્તારો માટે અધિકાર પ્રાપ્ત થયો તે પહેલાં 38 ભૌગોલિક વિસ્તારોને ગેસ વિતરણના મેન્ડેટ અનુસાર તે ભારતની 8 ટકા વસતિને સર્વિસ પૂરી પાડી રહી છે. એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં કંપની નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. 38 GAs પૈકી 19નું સંચાલન અદાણી ટોટલ ગેસ લિ. કરે છે અને બાકીનાનું સંચાલન અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની 50:50નુ સંયુક્ત સાહસ ઈન્ડિયન ઓઈલ- અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ (IOAGPL) કરે છે.

 

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: News aayogNews Aayog Suratnews gujaratinews in gujaratiNews online in GujaratiNewsAayogઅદાણી ગ્રુપઅમદાવાદ ના તાજા સમાચારઅમદાવાદના આજના સમાચારઅમદાવાદના સમાચારઆજના તાજા સમાચારઆજના તાજા સમાચાર ગુજરાતીઆજના મુખ્ય સમાચારઆજના સમાચારઇલેકિટ્રક વાહનરિચાર્જીંગ સ્ટેશનનો
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.