નાગરિકતા સંશોધન બિલ પર રાજ્યસભામાં યુદ્ધ ચાલી રહ્યું છે. સવારે 12 વાગ્યાથી શરૂ થયુ. આ મહા યુદ્ધમાં અત્યાર સુધીમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સાવરકર, જિન્નાથી લઇ ચાણક્ય સુધીનો ઉલ્લેખ થઇ ચુક્યો છે. સત્તા પક્ષ અને વિપક્ષી સાંસદ આ નામો દ્વારા એક બીજા પર વાર-પલટવાર કરી રહ્યા છે. એની સાથે જ સાંસદોના તીખા અંદાજ પણ જોવા મળ્યા. જાણો બિલના સમર્થનમાં અને વિરોધમાં ઇતિહાસમાંથી શું શું કાઢી ને લાવ્યા સાંસદો.
‘…તો મોદીને મળીને સરદાર પટેલ ઘણા નારાજ થશે’
કોંગ્રેસે બિલનો વિરોધ કર્યો અને ગાંધી-પટેલના માધ્યમથી સરકારને ઘેરી. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ વાર કરતા કહ્યું કે, ‘જો સરદાર પટેલ કોઈ દિવસ તમારા વડાપ્રધાન મળી લેશે તો તેઓ ઘણા નારાજ થશે. એ હું કહું શકું છું.’
સાવરકરનો ઉલ્લેખ
કોંગ્રેસ નહિ પરંતુ હિન્દૂ મહાસભાએ એક અધિવેશનમાં ટુ નેશન થિયરીનો પ્રસ્તાવ રજુ કર્યો હતો અને એ સમયે એમની અધ્યક્ષતા સાવરકરે કરી હતી. એમણે કહ્યું, ‘ટુ નેશન થિયરી છે જે વહેંચવાની હતી, એ કોંગ્રેસે નથી લાવી, તે 1937માં અમદાવાદ માં હિન્દૂ મહાસભાએ પ્રસ્તાવ રજુ કર્યો હતો. એની અધ્યક્ષતા સાવરકરજીએ કરી હતી. એના 1 વર્ષ પછી 1938માં મુસ્લિમ લીગની અધિવેશન થયું. જેમાં પાર્ટિશન ઓફ ઇન્ડિયા નો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો’
જીન્નાનું સપનું પૂરું કરી રહી સરકાર
સમાજવાદી પાર્ટીના નેતા જાવેદ અલી એ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘આપડા દેશના ભાગલા પડ્યા હતા. ટુ નેશન થિયરી. સાવરકર માનતા હશે હિન્દૂ એક રાષ્ટ્ર છે . જિન્ના માનતા હશે, મુસ્લિમ એક રાષ્ટ્ર છે. પરંતુ હું પુરા ભાન સાથે કહી રહ્યો છું કે હું નથી માનતો કે રાષ્ટ્ર ધર્મના આધાર પર બની શકે છે. હિન્દૂ રાષ્ટ્રનો અર્થ શું છે? ઇસ્લામિક રાષ્ટ્રનો અર્થ શું છે? જે આપડે ભાષણમાં સાંભળીયે છે કે અમે હિન્દુસ્તાનને મુસ્લિમ મુક્ત બનાવીશુ. કેટલાક લોકો તો તારીખ પણ જણાવી દે છે. ઇસ્લામિક રાષ્ટ્રનો શું અર્થ હતો કે પાકિસ્તાન હિન્દૂ મુક્ત થશે. જે સપનું જિન્નાનું 1947માં ભાગલા સમયે ન પૂરું થયું કે પાકિસ્તાન હિન્દૂ મુક્ત થાય અને ભારત મુસ્લિમ મુક્ત થાય. એનસીઆર અને સીએબી આવ્યા પછી આપણી સરકાર જીન્નાનું સપનું પૂરું કરવા જઈ રહી છે.
લિયાકત અલી અને નહેરુ વચ્ચે થયો હતો કરાર
આ પહેલા બિલ પર ચર્ચા દરમિયાન લિયાકત અલિનું નામ પણ લેવામાં આવ્યું. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 દિવસની ચર્ચા પછી 8 એપ્રિલ, 1950ના રોજ દિલ્હી કરાર થયો હતો. 1947માં ભારત વિભાજન પછી લોકો પોતાનો દેશ છોડી ન ગયા, એમણે શંકા ની નજરે જોવા લાગ્યા હતા. લોકો વચ્ચે ભયનો માહોલ પેદા થઇ ગયો હતો.
આ સમસ્યાના સમાધાન માટે બંને દેશોના તત્કાલીન વડાપ્રધાન એટલે ભારતના જવાહરલાલ નહેરૂ અને પાકિસ્તાનના લિયાકત અલી ખાન એ એક પગલું ભર્યું. એમની વચ્ચે 2 એપ્રિલ 1950ના રોજ ચર્ચા થઇ હતી. એમણે બંને દેશોમાં રહેતા લઘુસંખ્યકોના અધિકારીઓની સુરક્ષા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર નો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક લઘુસંખ્યકોનો ભય ઓછો કરવાનો, સંપ્રદાય દંગાઓને સમાપ્ત કરવાનો અને શાંતિનો માહોલ તૈયાર કરવાનો હતો.
