નવા વર્ષની શરૂઆત થઇ ચુકી છે. ત્યાં જ ભારતીય રેલ પોતાના કરોડો યાત્રિકોની સુવિધા ને ધ્યાનમાં રાખીને નવા નવા બદલાવો કરવામાં આવ્યા છે. ભારતીય રેલ સર્વિસ બહેતર બનાવવા કાર્ય કરી રહી છે. એની સાથે જ યાત્રિકોની સુવિધાને ભારતીય રેલવે હેલ્પલાઇન નંબર 139ને લઇ મોટો ફેરફાર કર્યો છે. હવે વિવિધ સેવાઓ માટે હવે માત્ર આ જ નંબર પર કોલ કરી શકાશે। 1 જાન્યુઆરીથી એનો ઉપયોગ કરી શકાશે. ભારતીય રેલ મંત્રી પિયુષ ગોયલે જાણકારી આપી
પિયુષ ગોયલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે રેલવેના વિવિધ હેલ્પલાઇન નંબરોને એક કરી 139માં બદલી નાખવામાં આવ્યા છે, આ નંબર ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ પર આધારિત છે. આ વ્યસ્થા 1 જાન્યુઆરીથી લાગુ કરાઈ છે, આ સુવિધા શરૂ થયા પછી યાત્રીઓને સહાયતા માટે અલગ લેગ નંબરોની જગ્યાએ માત્ર એક હેલ્પલાઇન નંબર 139 યાદ રાખવો પડશે.
ભાડામાં વધારો
નવા વર્ષની શરૂઆત સાથે જ ઇન્ડિયન રેલવે એ ભાડામાં વધારો કરી લોકોને મોટો ઝાટકો આપ્યો છે. ત્યાં જ નવા રેલ ભાડા 1 જાન્યુઆરીથી લાગુ થશે. ભાડા વધારાની અસર લાંબા સમયની યાત્રા કરનારા યાત્રિકો પર થશે. રેલવે એ 4 પૈસા પ્રતિ કિલોમીટર સુધી યાત્રી ભાડામાં વધારો કર્યો છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.