એક તરફ કેન્દ્ર સરકારના સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતમાં તાપી જિલ્લા ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને લાગતાં પ્રશ્નોના નિરાકરણ માટે પત્ર લખી રજુઆત કરી રહ્યા છે. કોંગ્રેસ અને દ.ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સહકારી મંડળીના પડતર પ્રશ્નોના નિરાકરણની અપેક્ષા કેન્દ્રીય મંત્રી પાસે રાખી રહ્યા છે. આ અંગે તેમને રજુઆતમાં કેટલાંક મુદ્દા રજુ કર્યા છે.
કોંગ્રેસ નેતા તુષારભાઈ ચૌધરી(માજી કેન્દ્રિય મંત્રી),પુનાજીભાઇ ગામિત(ધારાસભ્ય),સુનિલભાઈ ગામિત(ધારાસભ્ય),આનંદભાઇ ચૌધરી(ધારાસભ્ય),દર્શનભાઈ નાયક(ખેડૂત અને સહકારી આગેવાન),ભિલાભાઇ ગામિત(પ્રમુખ,તાપી જીલ્લા કોંગ્રેસ સમિતિ) દ્વારા ખેડૂતો અંગેના નીચે મુજબના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે

1. દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીઓ આપ સાહેબશ્રીઓના ઇન્કમટેક્સ ની રકમ માફ કરવાના વચનને યાદ અપાવી જણાવવામાં આવે છે કે આજે પણ ખાંડ ઉદ્યોગ મંડળીઓ પાસે 5 હજાર કરોડ જેટલી રકમની ઈન્કમટેક્ષની ઉઘરાણી યથાવત રહેવા પામી છે. ઇન્કમ ટેક્ષની રકમ માફ કરવા બાબતે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી યુપીએ સરકારને આડે હાથ લેતા હતા,જ્યારે બે ટમથી કેન્દ્રમાં આપ સાહેબશ્રીની સરકાર છે ત્યારે ઇન્કમટેક્સ માફ કરવાનું જાહેરનામું બહાર પાડી વચનનું પાલન કરી સરકાર ખાંડ ઉદ્યોગ મંડળીઓને રાહત આપે.
2. સુરત જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો બનાવવામાં આવ્યો છે, ત્યારે આજે પણ તાપી જિલ્લાનું મોટાભાગનું સહકારી કાર્યક્ષેત્ર સુરત જિલ્લાનું રહેવા પામ્યું છે.તાપી જિલ્લો પોતાનું અલગ અસ્તિત્વ ધરાવતું હોવા છતાં પણ સુરત ડીસ્ટ્રીક બેંક, સુમુલ ડેરી ,સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘ, સુરત જિલ્લા સહકારી સંઘનું હજુ સુધી વિભાજન કરવામાં આવ્યું નથી. જેને કારણે તાપી જિલ્લાના રહેવાસીઓને ખૂબ જ અગવડ પડે છે. આ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા તાપી જિલ્લા ના આદિવાસીઓને સુરત જિલ્લા સ્થિત વિવિધ મંડળી ઓફિસો સુધી આવવા જવાનો ખર્ચ તથા વહીવટી ખર્ચ ખુબ જ વધારે પડી રહ્યો છે, જેથી આ તમામ સંસ્થાઓનુ વિભાજન કરી તાપી જિલ્લાના આદિવાસીઓના હિતમાં પ્રશ્નોનું ઝડપભેર નિરાકરણ કરવામાં આવે.
3. સુમુલ ડેરીના ગેર વહીવટમાં રૂ.1 હજાર કરોડના ગેરરીતિ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ હજુ સુધી રૂ. 1 હજાર કરોડના ગેરવહીવટ સંદર્ભે સરકાર દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી નથી,ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે પશુપાલકોના હિતની જ્યારે આ વાત છે, ત્યારે સરકાર કોને બચાવી રહી છે? એક હજાર કરોડની ગેરરીતિ બાબતે સહકારી આગેવાનોએ મા.વડાપ્રધાનશ્રીને પત્ર લખીને રજુઆત કરેલ હતી કે સુમુલ ડેરીના આ ગેરરીતિની સત્વરે તપાસ કરી જવાબદારોની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે.સદર બાબત આપશ્રી ગંભીરતાથી લઈ સુમુલ ડેરીમાં થયેલ 1000 કારોડ રૂપિયા ની ગેરરીરી બાબતે તત્કાલ તપાસ કરાવી પશુપાલકોના હિતમાં નિર્ણય કરો એવી માગણી છે.
4. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ સરકારી સીધવાઈ ફામૅમા ગાયમાતા માટે વિવિધ વિવિધ જાતની યોજના માટે જમીન ફાળવવાની જાહેરાત તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી.પરંતુ ગાયમાતાને માત્ર મત માટે જ ઉપયોગ કરતી હોય તેમ વર્ષો વીતી ગયા છતાં પણ ગાય માતા માટે જમીન ફાળવવામાં આવતી નથી જેથી આ વિસ્તારના પશુપાલકોના હિતમાં તાત્કાલિક અસરથી જમીન ફાળવવા માટેની કાર્યવાહી કરવામાં આવે
5. માત્ર ખેડૂતોને જાહેર મંચ પરથી મૌખિક જાહેરાત કરી લહાણી કરાવનાર સ્થાનિક મંત્રીઓ ‘’તૌઊતે વાવાઝોડામાં ‘’ સાયણ સુગર સભાસદોને થયેલા રૂપિયા 15 કરોડના નુકસાનનુ વળતર સુદ્ધા અપાવી શકયા નથી જેથી આપશ્રી ના મંત્રીઓ દ્વારા સાયણ સુગર સભાસદોને વાવાઝોડાને કારણે થયેલ નુકશાનની ભરપાઈ કરવાના વચન ને યાદ અપાવી સત્વરે આ સભાસદો અને સંસ્થાને આ રકમ ફાળવવામાં આવે તેવી અપેક્ષા.
6. સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્ક ખેડૂતો અને સહકારી મંડળીઓને 9.75 ટકાના દરે થી ધિરાણ આપે છે ખેડૂતોના હિત માટે બનાવવામાં આવેલી આ સંસ્થા ખેડૂતો અને સહકારી મંડળીઓને 8 ટકાના ધિરાણે લોન આપી લાખો ખેડૂતોને લાભ અપાવવામાં આવે તેવી અપેક્ષા.
7. રાજયની સુગર મંડળીઓને પ્રાથમિક મંડળીમાં તબદીલ કરવાના બીલને નામ. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ પીટીશન નં. સ્પે.સી.એ.નં.૬૭૭૬/૨૦૨૦ તા.૨૭-૮-૨૦૨૧ અસ્ટ્રા વાયરસ જાહેર કરી રદ કરેલ છે. આમ છતાં રાજયની જે સુગર મંડળીઓની ચુંટણી બાકી છે અને જે મંડળીઓની ચુંટણી થઈ ગયેલ છે. તે નામ.હાઇકોર્ટના ચુકાદા મુજબ પુનઃ કરવાની થતી હોવા છતાં રાજય સરકારે ચુંટણીની કાર્યવાહી હાથ ધરેલ નથી. આથી …