દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરાઈ છે. દમણ- દીવ અને દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી 9 નવેમ્બરે યોજાશે. દિવ નગરપાલિકાનો કાર્યકાળ હજી 2 વર્ષ બાકી હોવાથી દિવ નગરપાલિકાની ચૂંટણી યોજાશે નહીં.
8 નવેમ્બરે યોજાશે ચૂંટણી

કેન્દ્રીય ચૂંટણી કમિશ્નર નરેન્દ્ર કુમારે બે દિવસ અગાઉ દીવ-દમણની મુલાકાત લીધી હતી અને અનામત બેઠકની જાહેરાત કરી હતી. આ ચૂંટણીઓ 21 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 22 ઓક્ટોબરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે 24 ઓકટોબર સુધી ઉમેદવારીપત્રો પાછા ખેચી શકાશે. 8 નવેમ્બરે ચૂંટણી યોજાશે 12 નવેમ્બરે પરિણામો જાહેર કરાશે.
ઉલ્લેખનીય છે કે, દમણ નગરપાલિકાના 14 વોર્ડ, જિલ્લા પંચાયતના 16 વોર્ડ અને 14 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : મુંબઈમાં વીજળી ગુલ, લોકલ ટ્રેન ઠપ પરંતુ આ કામો પર નહિ થાય અસર
