હાલ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે. જેને લઇ શાળા કોલેજો બંધ છે. જેના કારણે બોર્ડની અમુક પરીક્ષાઓ બાકી રહી ગઈ હતી. ત્યારે આ અંગે ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, કે લોકડાઉન દરમિયાન 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ લઈ શકાય છે. આ માટે તેઓએ રાજ્યોને વિશેષ વ્યવસ્થા કરવાની સલાહ આપી છે.
ગૃહ મંત્રાલય તરફથી પરીક્ષાને લઇ જાહેર કરવામાં માર્ગદર્શિકા
- પરીક્ષા કેન્દ્રમાં સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવામાં આવશે.
- કોઈપણ કન્ટિમેન્ટ ઝોનમાં પરીક્ષાનું કેન્દ્ર નહીં હોય.
- પરીક્ષા કેન્દ્રમાં થર્મલ સ્ક્રિનીંગ અને સેનિટાઇઝરની પણ વ્યવસ્થા કરવી જરૂરી બની છે.
- પરીક્ષા કેન્દ્રોમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારી કર્મચારીઓને ચહેરા પર માસ્ક પહેરવો ફરજિયાત
- વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં લઈ જવા માટે વિશેષ બસો ચલાવી શકાય.
નિયમોનું પાલન કરવું પડશે
ગૃહમંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લઈ શકાય. સીબીએસઇએ સોમવારે ડેટશીટ બહાર પાડી હતી સીબીએસઇના જણાવ્યા મુજબ, માતા-પિતાએ ખાતરી કરવી જોઈએ કે બાળક બીમાર નથી. પરીક્ષા દરમિયાન સામાજિક અંતરનું પાલન કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે આ દરમિયાન આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલી તમામ માર્ગદર્શિકાનું પણ પાલન કરવામાં આવશે.
આ પણ વાંચો : આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનું આજથી ફોર્મ વિતરણ શરુ, જાણો લાભ મેળવવાની સમગ્ર પ્રક્રિયા
