કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે આ મહામારીને અટકાવવા દેશભરમાં બે મહિના થી લોકડાઉનની પરિસ્થિતિ છે. જેમાં લોકોના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયા હતા. ત્યારે 18 મેથી શરૂ થયેલ લોકડાઉનના ચોથા ચરણમાં સરકાર દ્વારા કેટલીક છૂટ આપવામાં આવી છે. ત્યારે લોકડાઉન કારણે રાજ્ય સરકારની તમામ કચેરીઓ હાલ બંધ છે ગ્રાહકોની અવરજવર હોય તેવી કચેરીઓ સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. જેને લઇ રાજ્યના તમામ આરટીઓ પણ બંધ છે. જેથી વાહનોનું રજિસ્ટ્રેશન અને લાયન્સના કામ અટકી પડયાં છે.
કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી

લોકડાઉનના કારણે સમગ્ર દેશમાં વાહનો અને લાયસન્સની કામગીરી અટકી પડી છે જેન કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે ૩૧ જુલાઈ સુધીનો સમય આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કામગીરી માટે ૩૧ જુલાઈ સુધી રાહત આપવામાં આવશે.જો કોઈ નાગરિકનું લાઇસન્સ સમાપ્ત થઇ ગયું હોય. અથવા તેને લગતી કોઈ કામગીરી બાકી હોય તેમજ વાહોને લગતી કોઈ કામગીરી માટે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. આ સમય દરમિયાન કોઈપણ દંડ વસૂલ કરવામાં આવશે નહીં ગુજરાતમાં પણ આ નિયમ જલ્દી જ લાગુ થઇ શકે છે. રાજ્યમાં લોકડાઉન ૪ દરમિયાન અનેક સર્વિસ ચાલુ કરવામાં આવી છે પરંતુ જાહેર જનતા માટે આરટીઓની સેવા શરૂ કરવામાં આવી નથી
ડ્રાઈવિંગ લાઈસન્સનું કામકાજ ૨૬મી મેથી શરૂ થશે
અગાઉ કેન્દ્ર સરકારે આરટીઓની કામગીરી માટે ૩૦ જુન સુધીની અવધી આપવામાં આવી હતી જેમાં હવે વધારો કરીને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. ફેબ્રુઆરીથી પેન્ડિંગ રહેલી લાઈસન્સ કે વાહન રજિસ્ટ્રેશનની ફી પણ હવે ૩૦મી જૂન સુધી ભરી શકાશે. ડ્રાઈવિંગ લાઈસન્સનું કામકાજ ૨૬મી મેથી શરૂ થઈ જશે. જોકે, નવી અરજી લેવામાં આવશે નહીં, જૂની અરજીનો નિકાલ કરાશે પછી જ નવી અરજી સ્વીકારાશે.
આ પણ વાંચો : લોકડાઉનમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા બીજેપી નેતા, ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સીંગ
