પીએમ મોદીએ ગઈ કાલના સંબોધનમાં લોકડાઉન 4ના સંકેત આપ્યા હતા. ત્યારે ગુજરાતમાં લોકડાઉન 4ને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં બે તબક્કમાં લોકડાઉં 4 રહેશે જેમાં। પ્રથમમાં છૂટ અપાશે અને બીજો તબક્કો નિયમો સાથે હશે.
ઓડ ઇવન સિસ્ટમ સાથે ખુલશે દુકાનો
લોકડાઉન 4માં રાજ્ય સરકાર ઓડ ઈવન સિસ્ટમથી દુકાનો ખોલવાની વિચારણાં કરી રહી છે. સાથે જ 50 ટકા કર્મચારી સાથે ઓફિસ ખોલવા ઉપર પણ વિચારણાંઓ ચાલી રહી છે. શહેરોમાં ઉનાળાની સીઝનમાં રાત્રે ફરવા નીકળવાનો ક્રેઝ વધારે હોવાથી મોટા શહેરોમાં સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધીમાં બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.જો કે આ નિયમ ગામડા પર લાગુ નહિ થાય.ગામડા બાબતે અંતિમ વિચારણા બાકી છે. સાથે જ મલ્ટિપ્લેક્સ, મોલ, જિમ, ક્લબો તો બંધ જ રહેશે. લૉકડાઉન-4માં પણ આ તમામ સ્થળો પર ઝડપી સંક્રમણ ફેલાઈ શકે છે. સરકારે તેને બંધ જ રાખવાનું નક્કી કર્યું છે.

મુખ્યમંત્રીની વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લાઓ સાથે ચર્ચા વિચારણા
રાજ્યમાં લૉકડાઉન-4 અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં તમામ જિલ્લાના કલેકટરો,મંત્રીઓ સહિતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા થઇ હતી. તમામ જિલ્લા કલેકટરો, મ્યુ.કોર્પોરેશનના કમિશ્નરો,પોલીસ કમિશ્નર, ડીએસપી સહિતના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. જે વિસ્તારમાં દુકાનો ખુલી છે ત્યાં કેવી સ્થિતિ છે તેની ફીડબેક લેવાયા હતા.
રાજ્યમાં લૉકડાઉન-4 કેવું રાખવું તે બાબતે ચર્ચા થઇ હતી. જે અંગે આજે મળનારી કેબિનેટની બેઠકમાં ચર્ચાશે અને પછી નિયમો તૈયાર થશે. આ નિયમો કેન્દ્ર સરકાર લૉકડાઉન-4ની જાહેરાત કરે પછી તેને અંતિમ સ્વરૂપ અપાશે, પણ ગુજરાત સરકાર નિયમો તૈયારી કરી નાખશે.
તમામ દુકાનો ખુલશે તેવા પ્રયાસો
- તમામ દુકાનો, પ્રાઇવેટ ઓફિસ ચાલુ થાય તેવી સરકાર પ્રયાસ
- ફરસાણ,મીઠાઇથી લઇને વાળંદની દુકાન કઇ રીતે ખોલી શકાય તે નક્કી કરાશે, દુકાનોમાં ઓડ ઇવન પદ્ધતિ આવી શકે
- મોટી ઓફિસ,સંસ્થા કે શોપ ખોલવા માટે 50 ટકા કર્મચારી ઓન ડયૂટી જેવા નિયમ પણ આવી શકે છે.
- રીક્ષા, ટેક્સી,સિટીબસ અંગે પણ નિયમ રહેશે.
