સરકાર દ્વારા છૂટછાટ સાથે લોકડાઉન 4ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનની અંદર રહી રાજ્યમાં દુકાનો અને ઉદ્યોગ ધંધા શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઇનમાં શાળા-કોલેજો, જિમ, મોલ-મલ્ટીપ્લેક્સો તેમજ ધાર્મિક સ્થળો ન ખોલવા પર પ્રતિબંધ જારી રાખવા માટે આદેશ કર્યો છે. જેને લઇ રાજ્ય સરકારે શાળા કોલેજો ખોલવા પર પ્રતિબંધ મુક્યો છે. પરંતુ શિક્ષણ કાર્ય અને ટીચિંગ સ્ટાફ માટે જ.
વહીવટી કાર્યને આપી મંજૂરી
રાજ્ય સરકાર દ્વારા આથી અમલમાં મુકાયેલા લોકડાઉન 4 અંતર્ગત જાહેર કરાયેલી ગાઈડ લાઈનમાં વહીવટી કામગીરી માટે સ્કૂલો, કોલેજોને છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ તેમાં માત્ર સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓ વહીવટી કામ કાજ માટે શરૂ કરી શકાશે. કમિશનર ઓફ સ્કુલની કચેરી દ્વારા રાજ્ય સરકારની ગાઈડ લાઈન આધારે પરિપત્ર કરીને અમલવારી કરાવવા માટે આદેશ પણ કરવામાં આવ્યું છે.
આ કારણે આપી મંજૂરી
ધોરણ 3થી 8 તેમજ ધોરણ 9 અને 11માં પરિણામો તૈયાર કરવાના હોવાથી તેમજ સ્કૂલ બદલવા માંગતા વિદ્યાર્થીઓની એલ.સી તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના એલ.સી તૈયાર કરવાની હોવાથી સ્કૂલોને વહીવટી કામગીરી માટે મંજૂરી આપવામાં આવી છે. કન્ટેઈન્ટમેન્ટ ઝોન બહાર આવેલી સરકારી-ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વહીવટી કામ થઈ શકશે અને આચાર્ય તેમજ ક્લાર્ક સ્કૂલે જઈ શકશે.
