18મેથી શરૂ થયેલ લોકડાઉન-4માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. 56 દિવસ પછી છૂટ મળતા લોકો રસ્તા પર નીકળી પડ્યા હતા. અને દુકાનદારોએ 2 મહિના પછી દુકાનો ખોલી રાજકોટની પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ માર્કેટ, સોની બજાર ગઇ કાલે 7 વાગ્યાથી જ સાફ સફાઈ, પૂજન-અર્ચન સાથે જીવંત વાતાવરણ જોવા મળતુ હતુ.
દુકાનોમાં લાઈનો લાગી
રાજકોટમાં ચશ્મા, મોબાઈલ, ઈલેકટ્રીક ઉપકરણો, સ્ટેશનરી વગેરેની દુકાનોમાં નાના-મોટા રિપેરીંગની દુકાનો ખુલી હતી. જેમાં ખરીદી માટે ગ્રાહકોની લાઈનો લાગી હતી. સૌથી વધુ લાઈનો પાન, માવાની અને ગાંઠિયા-ફરસાણની દુકાનોમાં જોવા મળી હતી. બે માસથી બહાર નીકળનારા સામે કડક રહેતી પોલીસે પણ આજે નરમાશ દર્શાવતા લોકોને રાહત રહી હતી.
માત્ર 8 કલાકમાં 3 કરોડના પાન-મસાલાની ખરીદી
માત્ર 8 કલાકમાં રાજકોટવાસીઓએ 3 કરોડના પાન, ફાકી અને તમાકુ ખરીદી લીધા હતા. ત્યારે એક જ દિવસમાં 2 કરોડના મોબાઈલ ફોન વેચાઇ ગયા હતા. સાથે જ વિવિધ વિસ્તરોમાં પાનની દુકાન અને હોલસેલની દુકાને સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. મોબાઇલની ખરીધી તઇ ત્યાં જ 1 હજારથી વધુ લોકો પોતાના મોબાઈલ રિપેરિંગ માટે આપી ગયા હતા. આ વેપાર સામાન્ય દિવસો કરતા અડધો છે. આ ઉપરાંત ઓટો મોબાઈલ પાર્ટસ, કૃષિ પ્રોડક્ટ અને તેના પાર્ટસ ખરીદવા માટે લોકો ઊમટી પડ્યા હતા.
રાજકોટમાં લોકડાઉન ૪માં છૂટછાટો સાથે મુશ્કેલીઓ પણ સર્જાઈ રહી છે જેને લઇ મહાપાલિકા રોજ નિયમો બદલે છે. ઓડ ઈવન વ્યવસ્થામાં પ્રોપર્ટી નંબર આધારીત વ્યવસ્થા જાહેર કરી નિર્ણય બદલ્યો તો હવે ચા ની કિટલીઓ, થડાને મનાઈ ફરમાવ્યા ના બીજા જ દિવસે ચાની હોટલોને શરતી મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : 200 ટ્રેનો માટે વેબસાઈટ ખુલતા જ દોઢ કલાકમાં વેચાઈ ગઈ આટલી ટિકિટો
