ઇન્ડિયન રેલવેએ યાત્રીઓની સુવિધા માટે 1 જૂનથી 200 પેસેન્જર ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો માટે ગુરુવારે એટલે આજે સવારે 10 વાગ્યાથી બુકીંગ શરુ થયા અને માત્ર 1 કલાકની અંદર જ દોઢ લાખ ટિકિટ વેચાઈ ગયા. જણાવી દઈએ રેલવેએ એસી સ્પેશ્યલ અને શ્રમિકો ઉપરાંત 200 ટ્રેનો ચલાવવાની ઘોષણા કરી છે. આ ટ્રેનોમાં જનરલ ડબ્બા માટે ટિકિટ બુક કરાવી શકાય છે. ટિકિટ બુકીંગ કરાવ્યા પહેલા આ ટ્રેનોમાં યાત્રા કરી શકાય નહિ.
1 કલાકમાં દોઢ લાખ બુકીંગ
ન્યુઝ એજન્સી ANI મુજબ રેલવે 1 જૂનથી ચાલવા વાળી 200 ટ્રેન માટે 21મે એટલે ગુરુવાર સવારે 10 વાગ્યે વેબસાઈટ પર બુકીંગ શરુ કર્યું અને તરત જ દોઢ લાખ બુકીંગ થઇ ગયા. રેલવે તરફથી મળતી માહિતી મુજબ યાત્રીઓએ માત્ર એક જ કલાકમાં 1 જૂનથી ચાલનારી 73 ટ્રેનો માટે 1,49,025 ટિકિટોની બુકીંગ કરી નાખી। એ હેઠળ 2,90,510 લોકોએ ટિકિટ બુક કરી છે.
દોઢ કલાકમાં 4 લાખથી વધુ ટિકિટ બુક
પિયુષ ગોયલે જણાવ્યું કે 1 જૂનથી ચાલનારી ટ્રેનો માટે માત્ર દોઢ કલાકમાં સેકેંડ ક્લાસ પેસેન્જર્સે ટ્રેન માટે 4 લાખથી વધુ ટિકિટો બુક થઇ. તેમણે કહ્યું કે, ટિકિટની બુકિંગને જોઈને લાગે છે કે મોટી સંખ્યમાં લોકો પોતાના ઘરે જવા માંગે છે. સાથે જ ઘણા લોકો કામે જવા માંગે છે.
સર્વિસ સેન્ટરો પરથી કરી શકાશે બુકીંગ
પિયુષ ગોયલે કહ્યું કે, રેલવે આવનારા દિવસોમાં ટ્રેનોની સંખ્યામાં વધારો કરશે. સાથે જ એમણે કહ્યું કે રેલવેની વેબસાઈટ અને એપ ઉપરાંત આ 200 ટ્રેનો માટે 1.7 લાખ સર્વિસ સેન્ટરથી પણ ટિકિટ બુકીંગ કરી શકાય છે.
આ પણ વાંચો : કોરોના સંકટ યથાવત, હવે, મોબાઇલ બેન્કિંગ યુઝર માટે મોટો ખતરો, સરકારી એજન્સીએ આપી ચેતવણી
