રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોના વાયરસનો આંકડો 12 હજાર પાર પહોંચી ગયો છે. રાજ્ય સરકારે છૂટછાટ સાથે લોકડાઉન 4ની જાહેરાત કરી છે. છેલ્લા 57 દિવસથી રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. બંધ રોજગાર ધંધા બંધ હતા જે ગઈકાલથી શરુ કરવામાં આવ્યા છે. અમુક નિયમો અને શરતો સાથે સરકારે લોકડાઉન 4માં છૂટ આપી છે. સાથે જ સુરત શહેર પણ ફરી ધમધમતું થયું છે. આ બધા વચ્ચે માર્ચમાં લોકડાઉનની શરૂઆતથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેટના યુવાનો માટે રાહતના સમાચાર છે.
યુવાનોએ લોકડાઉનના કારણે થતી મુશ્કેલીઓનો સામનો નહિ કરવો પડે
બીજા અન્ય તાલિકામાંથી સુરત આવી ફરજ બજાવતા 250 જેટલા ટૂંકા પગાર વાળા ટ્રાફિક બ્રિગેડના યુવાનો માટે સારા સમાચાર છે. બીજા તાલુકા માંથી સુરત આઈ ફરજ બજાવતા યુવાનો હવે પોતાના જ તાલુકામાંથી ફરજ બજાવી શકશે.

યુવાનોને લોકડાઉનના કારણે બીજા તાલુકામાંથી અપડાઉન કરવામાં અને રહેવા-જમવાની સમસ્યા ઉભી થઇ રહી હતી. અને ટૂંકા પગારમાં સુરતમાં રહેવું ઘણું મુશ્કેલ છે. જેને લઇ સુરત પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ અને ટ્રાફીક બ્રાન્ચ સહીત ક્રાઇમ બ્રાન્ચનો હવાલો ધરાવતા એચ.આર.મુલીયાણા તથા ટ્રાફીક બ્રાન્ચના ડીસીપી પ્રશાંત સૂંબેના ધ્યાને આવતા તેઓએ સુરત, નવસારી અને વલસાડના એસપીઓ તથા આઇજીપી સાથે પરામર્શ આ નિર્ણય લીધો છે.
પોતાના જ શહેર, જિલ્લામાં ફરજ બજાવી શકશે
સુરત પોલીસ કમિશ્નરના આ નિર્ણયથી બહાર જિલ્લા કે તાલુકામાંથી આવતા ટ્રાફિક બ્રિગેટના યુવાનો પોતાના જ શહેર કે વિસ્તારમાં ફરજ બજાવી શકશે અને તેઓની રોજગાર પર છીનવતી અટકી જશે. તેઓને અવર જવર તેમજ લોકડાઉનના કારણે થતી મુશ્કેલીઓનો સામનો પણ નહિ કરવો પડશે.
આ પણ વાંચો : ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, જો બિનજરૂરી ભીડભાડ થશે તો દુકાનો બંધ કરાવવા સુધીના પગલાં લેવાશે
