રાજ્યમાં પરપ્રાંતીઓને પોતાનાવતન મોકલવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યારે ગઈકાલે સુરતમાં મજૂરોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો ત્યારે આજે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 3 હજાર જેટલા પરપ્રાંતીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતા પોલીસને મામલો કાબુમાં લેતા પસીનો છૂટી ગયો હતો.
મજૂરોએ હોબાળો કર્યો ન હતો

આ મજૂરો કોઈ હોબાળો તો ન કર્યો પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો સંપુર્ણ અભાવ જોવા મળ્યો હતો. ધોમધખતાં તાપમાં પણ મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા છે. ખભે અને માથે ભારે ભરખમ બેગ લઈને પણ આ મજૂરો ચાલી નીકળ્યા છે.

ત્યારે હવે લોકડાઉનના ત્રીજા ચરણમાં આ મજૂરોની ધીરજ પતિ ગઈ છે અને પોતાના વતન જવાની માંગ સતત વધી રહી છે. તેમની પાસે પૈસા પણ નથી અને ખાવા માટે ખોરાક પણ નથી.
આ પણ વાંચો : ઘણા દિવસો પછી દારૂ મળતા તૂટી પડ્યા લોકો, એક જ વ્યક્તિએ ખરીદી લીધો આટલો દારૂ
