ભારત સહીત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. દેશમાં કોરોના સંક્રમણ રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું. લોકડાઉનના કારણે તમામ નોકરી ધંધા બંધ હોવાના કારણે દરેક વર્ગને તેની અસર થઇ હતી. પરંતુ, સૌથી મોટો ફટકો મધ્યમ વર્ગને થયો છે. આ અંગે CMIEના સર્વે અનુસાર ગતવર્ષની તુલનામાં આ વર્ષે મધ્યમ વર્ગને ભારે નુકશાન થયું છે. આર્થિક રિસર્ચ ફર્મ સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમીના (CMIE) એક સર્વેના રિઝલ્ટ અનુસાર, એપ્રિલથી જૂન મહિના દરમિયાન મધ્યમ વર્ગની આવકમાં ભારે નુકશાન જોવા મળ્યું છે.

માસિક 4 હજારની આવક ધરાવતો વર્ગ
સર્વેમાં આ વર્ષની આવકને ગત વર્ષની આવક સાથે તુલના કરવામાં આવી છે. આ સર્વે અનુસાર, માસિક ચાર હજાર રૂપિયાથી પણ ઓછી હતી તેમની આવક સ્થિર રહી છે. જયારે, જે લોકોની માસિક આવક 6 હજાર રૂપિયા હતી તેમની આવકમાં એક ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષમાં આ વધારો 14 % હતો.
5 લાખવાર્ષિક આવક ધરાવતો વર્ગ
વર્ષ 2019માં પાંચ લાખ રૂપિયા વાર્ષિક આવક અથવા તેનાથી વધારે આવક ધરાવતા અડધાથી વધારે લોકોની કમાણીમાં વૃદ્ધિ થઇ હતી. જો કે, આ વર્ષે લોકડાઉનના કારણે આ વર્ષે તેમની આવકમાં 15 %નો ઘટાડો થયો છે. તેમજ 10 લાખ કે તેનાથી વધારે વાર્ષિક આવક ધરાવતા વર્ગની આવકમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો : સુરતમાં ફ્રીમાં કરવામાં આવતા કોરોના રેપીડ ટેસ્ટના ઉઘરાવી રહ્યા છે પૈસા, SMC કમિશ્નરે લીધો આ નિર્ણય
ઉચ્ચ આવક ધરાવતો વર્ગ
ભારતમાં 18થી 24 લાખની વાર્ષિક આવક ધરાવતો વર્ગની આવકમાં કોઈ વધારો થયો નથી. જયારે, ગત વર્ષે તેમની આવકમાં 65 % નો વધારો નોંધાયો હતો. ભારતમાં જેમની આવક વાર્ષિક 36 લાખથી વધારે છે તેમની આવકમાં વધારો નોંધાયો છે. પરંતુ, થોડી ઘણી અસર પણ આ વર્ગને પડી છે. ભારતમાં લોકડાઉનમાં સર્જાયેલી આર્થિક તંગીના કારણે EPFOના 13 % ખાતાધારકોએ પોતાના નાણા કાઢી લીધા છે.
