કોરોના વાયરસના કહેરને લઇ લોકડાઉનની સ્થિતી છે. જેને લઇ અલગ અલગ રાજ્યોમાં કેટલાક લોકો, મજૂરો છેલ્લા એક મહિનાથી ફસાયેલા છે. ત્યારે કેન્દ્ર સરકારે આ ફસાયેલા લોકોને પોતાના વતન પરત મોકલવાની મંજૂરી આપી છે. ત્યારે ગુજરાત સરકારે પણ રાજ્યમાં ફસાયેલા મજૂરોને પોતાના વતન જવાની પરવાનગી આપી છે.
આ લોકોને મળશે વતન પરત જવાની મંજૂરી
જે લોકો સંપૂર્ણ સ્વસ્થ હશે એવા લોકોને જ વતન પરત જવાની મંજૂરી આપવામાં આવશે. જેઓએ જિલ્લા કલેક્ટરના પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજી કરતી સમયે સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. અરજી કરતી વખતે વાહનની પસંદગી કરવાની રહેશે. કોઈ પણ મુશ્કેલી કે તકલીફ માટે હેલ્પ લાઈન નંબર પર ફરિયાદ કરી શકે છે.
આ પણ વાંચો : ઓરિસ્સા સરકાર પોતાના રાજ્યના શ્રમિકોને સ્વીકારવા તૈયાર, 4 દિવસમાં આટલા શ્રમિકો ગયા વતન
8 સિનિયર અધિકારીઓની નિમણુક
આગામી 10-15 દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે. જે માટે રાજ્યમાં 8 સિનિયર આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. જે તે રાજ્ય સાથે સીધો સંપર્ક કરી અવર જવરની વ્યવસ્થાને કરવામાં આવશે. અલગ અલગ રાજ્ય માટે અલગ અલગ અધિકારીઓની નિમણુક કરાઈ છે.
આ પણ વાંચો : સુરતના આ વિસ્તારને જાહેર કરાયો રેડ ઝોન, આટલા લોકોને કર્યા હોમ ક્વૉરન્ટાઇન
