પીએમ મોદીએ ગઈકાલે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી લોકડાઉં અંગે સમીક્ષા કરી હતી. જેમાં લોકડાઉન વધારવુ કે નહિ તે અંગે ચર્ચા કરાઈ હતી. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકડાઉન ન વધારવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન ન વધારવાની રજુઆત કરી હતી. ત્યારે બેઠકમાં પીએમ મોદીએ આર્થિક સ્થિતિને લઇ રાજ્યો પાસે બ્લુ પ્રિન્ટ માંગી હતી. ત્યારે મળતી માહિતી મુજબ 17 મે પછી આર્થિક સ્થતિને પહોંચી વળવા ગુજરાત સરકારે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે.
અનેક ધંધાઓ ખોલવા માટે બનાવાયેલા નિયમો
- શહેરની તમામ કાપડની દુકાનો ખુલ્લી રાખી શકાશે.
- શહેરોની અંદર પ્રવેશવાની ચેકપોસ્ટમાં વધુ કડક ચેકીંગ કરાશે.
- વેપારી અને ગ્રાહકોએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.
- ગુજરાતના રેડ ઝોનમાં ચોક્કસ કલાક માટે જ લોક ડાઉન ખોલવાની વિચારણા
- રાજ્યના શહેરી વિસ્તારની મુખ્ય બજારો સવારનાં 9 થી સાંજના 5.00 વાગ્યા સુધી જ ખુલવા દેવાશે.
- જે શહેરમાં બજારો ખુલ્યા બાદ જો ફરી 10 થી 15 કોરોનાનાં પોઝિટિવ કેસ આવશે તો તે વિસ્તારોમાં આપેલી છૂટછાટ પાછી ખેંચવામાં આવશે અને ત્યાં ફરીવાર લોકડાઉનનો કડક અમલ કરાવાશે.
અમદાવાદમાં હળવાશ સાથે લોકડાઉન ખોલાશે
- અમદાવાદમાં 15 મેથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ચોક્કસ નિયંત્રણો અને હળવાશ સાથે લોકડાઉન ખોલાશે
- રેડ અને ઓરેન્જ ઝોનમાં કેટલાક કલાક માટે જ દુકાનો ખોલવામાં આવી શકે છે.
- શાકભાજી અને કરિયાણા સહિત કેટલાક અન્ય ધંધાઓને પણ છૂટ મળી શકે છે.
અમુક ધંધાઓ ચાલુ કરવા પર વિચારણા
33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ખોલવામાં આવશે.
હાર્ડવેર, સેનેટાઈઝ, બુટ-ચંપલ, બુટ-પોલિશ, પ્લમ્બર, સિમેન્ટના વિક્રેતાઓની દુકાનો ખોલવાની વિચારણા
સ્કૂલ, મોલ્સ, સિનેમાગૃહ તેમજ ભીડવાળા ધાર્મિક સ્થળો હજુ પણ બંધ જ રાખવામાં આવી શકે છે.
હોટેલ-રેસ્ટોરન્ટસ વગેરેને ઓનલાઇન પાર્સલ સુવિધા આપવાની છૂટ અપાશે
આ પણ વાંચો : હવે અમદાવાદમાં કેશ લેવડ-દેવડ અટકી જશે, તમામ દુકાનદારોએ કરવું પડશે ડિજિટલ પેમેન્ટ
