હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. દેશમાં લોકડાઉનનો આજે 51મો દિવસ છે. ત્યારે આ લોકડાઉનના કારણે મજૂરોની હાલત ખુબ ખરાબ થઇ ગઈ છે. ત્યારે જૂનાગઢના એક પરોઠા હોઉસના તાળા તો તૂટ્યા પરંતુ ચોરી માટે નહિ પણ પેટ માટે। જૂનાગઢમાં બનેલ આ ઘટનાએ ઘણી ચર્ચા જગાવી છે.
કોઈ પ્રકારની ચોરી થઇ નહિ

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના ગાંધી ચોક નજીક એક પરોઠા હાઉસના તાળા તૂટ્યા છે. પરંતુ આ તાળા પેટની ભૂખ મટાવા તોડવામાં આવ્યા હતા. અહીં તાળા તોડી ઘુસેલા લોકો માત્ર પોતાનું પેટ ભરી જતા રહ્યાં જેમાં નવાઈની વાત એ છે કે અહીં પૈસાની કે કોઈ પણ પ્રકારની ચોરી નથી થઈ. તમામ વસ્તુઓ જેમની તેમ મળી આવી છે.

વ્યક્તિઓએ દુકાનના તોડી અંદર રહેલી વસ્તુઓથી પોતાના પેટની ભૂખ મટાડી જતા રહ્યા. આ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી
દિવસમા એક ટંક જ ખાવાનું થાય છે નસીબ

છેલ્લા દોઢ મહિના કરતા વધારે સમયથી કામ અને ધંધો બંધ થઈ જતા આ લોકો પરેશાન છે. રાજ્યમાં પણ દરરોજ કમાણી કરીને પેટ ભરતા લોકો પરેશાન છે.આ લોકોની પરેશાની ઓછી કરવા માટે ચોક્કસ તંત્ર કાર્યકર છે પરંતુ આમ છતાં અનેક લોકોને દિવસમાં એક ટંક જ ખાવાનું નસિબ થઈ રહ્યુ છે.
આ પણ વાંચો : આરોગ્ય સેતુ એપનો કરો ઉપયોગ અને મેળવો 6 જરૂરી સુવિધાઓ
