કોરોના વાયરસને લઇ દેશભરમાં 21 દેશોમાં લોકડાઉન લાગુ છે. એવામાં તમામ કંપનીઓ બંધ થઇ જવાથી વર્કર્સે ઘરેથી જ કામ કરવું પડી રહ્યું છે. પરંતુ ચાર દીવારોમાં કેદ રહી કામ કરવાથી લોકોમાં તણાવની સમસ્યા વધી શકે છે. તો આવો જાણીએ એ દરમિયાન સારા પરફોર્મન્સ સાથે કામ કરી તણાવમુક્ત કેવી રીતે રહેશો ?
ફોન પર વાતચીત
વધુ લોકો કામથી ફ્રી થઇ મિત્રો અને સંબંધીઓ સાથે ફોન પર વાતચીત કરે છે. લોકડાઉન દરમિયાન ફોન પર વાતચીત કરતા ઘરમાં ચાલતા રહે જેથી તમારી બોડી રિલેક્સ થશે અને તણાવ ઓછો થશે.
સમય કાઢી બાળકો સાથે મસ્તી કરો
જો તમારા ઘરમાં બાળકો છે તો તેઓ સાથે મસ્તી કરો. એમની સાથે રમો અને હસતા રહો.
આ પણ વાંચો : શું તમારું લેપટોપ વધારે ડેટાનો લે છે, આ પ્રમાણે કરો ચેક…
અધૂરા કામોને પુરા કરો
આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી ઘરે એવા કામ હોય છે જે અધૂરા રહી ગયા હોય. તો એ કામ પુરા કરવાનો આ એક સારો મોકો છે. ઘરમાં રહી એ અધૂરા કામ પર પોતાનું ધ્યાન લગાવો.
કંઈક નવું ટ્રાય કરો
ઘરમાં જો તમે બોર થઇ રહ્યા છો તો કંઈક નવું ટ્રાય કરો. ઘરમાં યોગા અથવા મેડિટેશન ટ્રેનિંગ શરુ કરી શકો છો. એને કરવા માટે તમે ઓનલાઇન ટયુટર પણ મળી જશે.
સીડીઓ પર વર્કઆઉટ
વૈજ્ઞાનિકોનું કહેવું છે શરીરનો પરસેવો બહાર આવવાથી તણાવ દૂર થાય છે. પરંતુ ઘર નાનું હોવાના કારણે એવું કરવું મુશ્કેલ છે. એવામાં તમે ઈચ્છે તો સ્ટેયર્સ રનિંગ એટલે સીડીઓ પર વર્કઆઉટ શરુ કરી શકો છો. ધ્યાન રાખો કે તમારે તમામ સીડીઓ પર નથી ભાગવાનું, પરંતુ સીડીથી જ 2 પગથિયાં પર ઉપર નીચે ભાગવાનું છે.
આ પણ વાંચો : રામાયણ સીરીયલની સીતામાં આટલો આવ્યો બદલાવ, જુઓ અત્યારનો લુક….
