આજથી લોકડાઉનનું ત્રીજું ચરણ શરુ થઇ ગયું છે. ત્યારે છેલ્લા બે દિવસથી પરપ્રાંતીયો પોતાના વતન જવા નીકળ્યા છે. ત્યારે તેઓને વતન પહોંચાડવા માટે સરકાર દ્વારા ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે આ સંકટની ઘડીમાં મજૂરોને લૂંટતા કેટલા એજન્ટો સક્રિય થયા છે અને આ મજૂરો પાસેથી વધુ પૈસા વસૂલી રહ્યા છે.
પાલિકાની બસોમાં 10-10 રૂપિયા ભાડું

આ લોકો સંગઠિત તેમજ વધારે શિક્ષત ન હોવાથી તેમના સમાજના અથવા રાજકીય આગેવાનો તેમના વતન જવાની મંજૂરીથી લઈને ટિકિટની વ્યવસ્થા કરે છે. જેને મંજૂરી મળે છે તેમને સુરત મનપાની બસોમાં રેલવે સ્ટેશન લાવવામાં આવે છે. જ્યાં તેમને લૂંટવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પાલિકાની બસોમાં 10-10 રૂપિયા ભાડું લેવામાં આવી રહ્યું છે. તેમજ રેલવેની પણ નક્કી કરેલ રકમ કરતા વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા છે.છેલ્લા દોઢ મહિનાથી કામ ન હોવાથી પૈસા ચૂકવવા માટે તેમને તકલીફ પડી રહી છે.
દલાલ દ્વારા ટિકિટોની કાળાબજારી

મળતી માહિતી મુજબ આગેવાન આ કારીગરોની મંજૂરી સાથે ટિકિટ લાવે છે તે ટિકિટના મજૂરોએ 800 થી 900 રૂપિયા ચૂકવવા પડે છે. 710ની ટિકિટ સમાજના આગેવાનો કે દલાલ દ્વારા આપવામાં આવે છે. તેઓ દ્વારા પોતાના કમિશનને નામે લૂંટ ચલાવી રહ્યા છે. તંત્રને આ વાતની જાણ છે છતાં કઈ બોલવામાં નથી આવી રહ્યું.
ઉલ્લેખનીય છે કે, રેલવે સ્ટેશન પર ટિકિટ નથી મળતી. જેથી મજૂરીએ આવી રીતે જ ટિકિટ ખરીદવી પડી રહી છે. બીજું કે આ લોકોને ઈ-ટિકિટના બદલે ફિજિકલ ટિકિટ આપવામાં આવે છે. એ પણ જે તે આગેવાનને એક સાથે બધી ટિકિટ આપી દેવામાં આવે છે.
આ પણ વાંચો : સુરતમાં પરપ્રાંતીઓની ધીરજે આપ્યો જવાબ, પોલીસ પર કર્યો પથ્થરમારો
