કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે આ લોકડાઉનના કારણે રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી રોજગારી બંધ હોવાને કારણે પરપ્રાંતીઓ પોતાના વતન જવાની માંગ કરી રહ્યા છે. પરંતુ હવે આ પરપ્રાંતીઓની ધીરજ તૂટી ગઈ છે.અને વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં પલસાણા, કડોદરા, બારડોલીમાં હજારો પરપ્રાંતિયોએ ખુદ પોલીસ પર હૂમલો કરી દીધો હતો.
પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો
સુરતના પલસાણા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ હૂમલાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા પોલીસ અને પરપ્રાંતિયો આમને સામને આવી ગયા હતા. લોકોએ વતન જવાની માંગ સાથે પોલીસ પર હુમલો કર્યો હતો.

ત્યારે એક હજારથી વધુ લોકો એકઠા થતા પોલીસકર્મી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા.
આ પણ વાંચો : હવે અહિંસાનો માર્ગે ફર્યા કામદારો, આ રીતે પરપ્રાંતીયો કરી રહ્યા છે વિરોધ
મોટાભાગના પરપ્રાંતિયો ઉત્તરપ્રદેશના

મળતી માહિતી મુજબ અહીં મોટાભાગના પરપ્રાંતિયો ઉત્તરપ્રદેશના છે. જ્યારે ઉત્તરપ્રદેશ સરકાર તરફથી તેઓને પરત બોલાવવા માટે કોઈ યોગ્ય ગાઈડલાઈન મળી નથી. જેના પગલે તેઓને ગુજરાતમાંથી મોકલવાની તૈયારીઓ અટકી રહી છે.
આ પણ વાંચો : આ પાંચ કારણે પીએમ મોદીએ આપી લોકડાઉનના ત્રીજા ચરણમાં કેટલીક રાહતો
