પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ટિકિટોને લઇ કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે નવો એક કૌભાંડ સામે આવ્યો છે. તપાસ દરમિયાન શ્રમિક ટ્રેનમાંથી 2019ના વર્ષની ટિકિટ પર વતન જતાં 30 લોકો પકડાયા છે અમુક ટિકિટ 2020ની અગાઉની કે બીજા મહિનાની હતી.
2019ની જૂની નોટ પકડાવવમાં આવી

ગત રાત્રે સુરત રેલવે સ્ટેશન પરથી વતન પરત જતા શ્રમિક ટ્રેનમાં પરપ્રાંતીયોની ટિકિટ ચેકર દ્વારા તપાસ કરતા 30 જેટલા લોકો પાસે ટિકિટ 2019ના વર્ષની હોવાનું સામે આવ્યું હતું. જે બાદમાં રેલવે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. પૂછપરછમાં તમામે પાંડેસરાના એજન્ટ પાસેથી ટિકિટ લીધી હોવાનું બહાર આવ્યું છે.
કૌભાંડ સામે આવતા રેલવે તંત્ર દોડતું થયું

પોલીસ તમામ શ્રમિકોને એકઠા કરીને તેમને પરત મોકલી આપ્યા હતા. શ્રમિકો પાસે રૂપિયા પડાવી લઈને તેને એક વર્ષ જૂની ટિકિટ આપીને તેમની સાથે છેતરપિંડી કર્યાની વિગત સામે આવતા રેલવે તંત્ર દોડતું થઈ ગયું છે. આ રીતે એજન્ટો 2019ની ટિકિટ વેચી રોકડી કરી રહ્યા છે. હવે આ એજન્ટોને 2019ની ટિકિટનો જથ્થો કોણે આપ્યો એ એક તપાસનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : લોકડાઉનમાં દવા પછી, હવે કેરી પહોંચાડવાનું કામ કરશે ટપાલ વિભાગ
