લોકડાઉનએ કોરોનાના ફેલાવાને તો રોકી લીધો પરંતુ એની સાથે ઘણી બધી આર્થિક સમસ્યા ઉભી થઇ ગઈ છે. એવામાં સરકાર સામે કોરોના મહામારી અને એમના આથી નુકસાનથી નિપટવાનો પડકાર છે. પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં જ 20 લાખ કરોડ રૂપિયાની વિશેષ આર્થિક પેકેજનું એલાન કર્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારની મદદથી ખેડૂતો, વેપારીઓ અને પ્રવાસી મજૂરો માટે યોગ્ય ન ગણાવ્યું. તેમણે કહ્યું કે સરકારની મદદ દેવાનું પેકેજ ન હોવું જોઈએ। ખેડૂતો, પ્રવાસી મજૂરોના ખાતામાં સીધા પૈસા જવા જોઈએ.
આર્થિક તોફાન હજુ બાકી છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં આર્થિક તોફાન હજુ આવ્યું નથી, આવવાનું છે. ખૂબ જ નુકસાન થવાનું છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે. અમે એટલે કે વિપક્ષ થોડુ દબાણ કરીએ અને સારી રીતે સમજાવીએ તો સરકાર સાંભળી પણ લેશે. તેમણે કહ્યું કે પૈસા સીધા જનતાના ખિસ્સામાં જવા જોઈએ। મારી માંગ છે કે સરકાર એક વખત ફરી આ પેકેજની સમીક્ષા કરે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર અંગે વિચાર કરવો જોઈએ. મનરેગા હેઠળ 200 દિવસની રોજગારી આપવામાં આવે. તેમણે કહ્યું કે અમે સાંભળ્યું છે કે રેટિંગ્સને લીધે સરકાર પૈસા આપતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકોષિય ખાધ વધે છે તો વિદેશી એજન્સીઓ ભારતનું રેટિંગ્સ ઓછું કરી દે છે.
આ પણ વાંચો : લોકડાઉનમાં વધ્યા માનસિક બીમારીના કેસો, સામે આવી રહ્યા અલગ અલગ પ્રકારના કિસ્સાઓ
