લોકડાઉનની અસર દેશના સૌથી મોટા મંદિરને પડી રહી છે. આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં કાર્યરત 1300 કોન્ટ્રેક્ટ કર્મચારીઓને બહાર કાઢી મુકવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કોન્ટ્રેક્ટ 30 એપ્રિલે પૂરો થઇ ગયો છે. અને મંદિર પ્રશાસને કોન્ટ્રેક્ટ રીન્યુ કરવાની ના પાડી દીધી છે.
મંદિર ટ્રસ્ટ આપ્યો લોકડાઉનનો હવાલો

તિરૂપતિ બાલાજી મંદિર પ્રબંધકે કોન્ટ્રાકટ પર કામ કરી રહેલા 1300 કર્મચારીઓને 1 મેથી કામપર આવાની ના પાડી દીધી છે. મંદિર પ્રશાસને કહ્યું કે લોકડાઉનના કારણે કામ બંધ છે, માટે હવે આ 1300 કર્મચારીઓના કોન્ટ્રેક્ટ હવે આગળ ન વધારી શકાય.
લોકડાઉનના કારણે કામ બંધ

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા ત્રણ ગેસ્ટહાઉસ ચલાવવામાં આવે છે. કાઢવામાં આવેલ બધા કર્મચારીઓ વર્ષોથી આ ગેસ્ટ હાઉસમાં કામ કરે છે. તિરૂપતિ બાલાજી મંદિરના અધ્યક્ષ વાઈ વી સુબ્જાએ કહ્યું કે લોકડાઉનના કારણે બધા ગેસ્ટ હાઉસ બંધ છે, જેના કારણે આ કર્મચારીઓનો કોન્ટ્રેક્ટ આગળ નહિ વધારી શકાય। તેમણે કહ્યું કે નિયમિત કર્મચારીઓને પણ આ દરમિયાન કોઈ કામ નથી સોંપ્યું. જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે 20 માર્ચથી તિરૂપતિ બાલાજી મંદિર બંધ છે.
આ પણ વાંચો : દિલ્હીની એક જ બિલ્ડિંગમાં એક સાથે 41 લોકોમાં કોરોના પોઝિટિવ, શું છે કારણ ?
