કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇ દેશની તમામ રેલવે તેમજ એર સેવાઓ 14 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. ત્યારે ભારતીય રેલવે અને પ્રાઇવેટ એરલાઇન્સ માટે ટિકિટ બુકીંગ શરુ કરી દીધું છે. વેસ્ટર્ન રેલવેના PRO પ્રદીપ શર્માએ કહ્યું કે, ભારતીય રેલવેએ 14 એપ્રિલ બાદની રેલવે યાત્રા માટે ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું હતું.
14 દિવસથી બધું લોકડાઉન ન વધારવામાં આવે

ઉલ્લેખનીય છે કે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે જણાવ્યું હતું કે, 21 દિવસોના લોકડાઉનને આગળ ચાલું રાખવા માટેની હજું કોઈ યોજના નથી. આ જાહેરાત પછી ટ્રાવેલ એજન્ટ્સે રેલવેમાં બુકિંગ અંગે પુછપરછની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
15 એપ્રિલથી ટિકિટ મળશે

15 એપ્રિલથી IRCTCની એપ અને વેબસાઈટ પર ટિકિટ મળી રહેશે અને પ્રાઈવેટ એરલાઈન્સ કંપની સ્પાઈસજેટ, ઈન્ડિગો અને ગોએરે ઘરેલુ યાત્રા માટે ઓનલાઈન બુકિંગ બુકિંગ માટે ખોલી રહ્યા છે. જો કે, આ મુદ્દે એરલાઈન્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી.
આ પણ વાંચો : કોરોના મોનિટરિંગ ટીમના IAS સભ્ય લવ અગ્રવાલ અને શું કરે છે કામ…
