કોરોના મહામારીને રોકમાં દેશમાં કરવામાં આવેલ લોકડાઉનનો ચોથો તબક્કો શરુ થઇ ગયો છે જે 31 માર્ચ સુધી ચાલશે, ત્યારે ધંધા રોજગાર બંધ હોવાના કારણે પરપ્રાંતિયો પોતાના વતન જઈ રહ્યા છે. ત્યારે 2 મેથી 17 મે સુધીમાં સુરતમાં સૌથી વધુ વિવિધ રાજ્યોમાં 165 ટ્રેન રવાના થઇ છે. ભારત સરકારની એજન્સીએ દાવો કર્યો છે કે પરપ્રાંતીય કામદારોને વતન મોકલવા માટે સૌથી વધુ ટ્રેન ટેક્સ્ટાઇલ સીટી સુરત માંથી મોકલવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે પણ આપી માહિતી
સુરત જિલ્લા કલેક્ટકર ડો. ધવલ પટેલે પણ ટ્વીટર પર માહિતી આપતા જણાવ્યું કે, 150 ટ્રેનોમાં 2.12 લાખ કામદારોને વતન પરત મોકલવામાં આવ્યા છે. તે પછી સુરતથી વધુ ટ્રેનો રાત સુધી ઉપડાઈ હતી જે મુજબ સુરતથી 165 ટ્રેનો રવાના થઇ. દેશમાં સૌથી વધુ ટ્રેનો સુરત સ્ટેશનેથી ઉપડી છે

સુરતથી વિવિધ રાજ્યમાં ગઈ ટ્રેનો
યુપી – 102
ઓડિસા – 30
બિહાર – 21
ઝારખંડ – 9
ઉત્તરાખંડ – 2
રાજેસ્થાન – 1
આજે સુરતથી ઉપડનારી ટ્રેનો
યુપી – 11
બિહાર અને ઝારખંડ – 1-1
ઉત્તરાખંડ- 1
સુરતથી એક દિવસમાં રવિવારે 16 ટ્રેન થઇ રવાના

સુરત સ્ટેશનેથી રવિવારે 16 ટ્રેનો રવાના થઇ જેમાં કુલ 25600 મજૂરોને વતન મોકલવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીના આદેશ મુજબ કોંગ્રસે પણ વિનામૂલ્યે વતન મોકલવા માટે કુલ 9 ટ્રેનો અત્યાર સુધીમાં મોકલવામાં આવી છે. લોકડાઉનના 4 દરમિયાન પ્રારંભિક તબક્કામાં અવર-જવર પૂર્ણ કરવાના સૂચનને લઇ સુરતથી દરરોજ સરેરાર 14-20 ટ્રેનો રવાના કરવામાં આવી રહી છે.
પશ્ચિમ બંગાળ ટ્રેનો શરુ કરવા સંવાદ
જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલને સુરતમાં વસતા પશ્ચિમ બંગાળના કામદારોએ યાદી રજુ કરતા કલેક્ટરે પશ્ચિમ બંગાળ સરકાર પાસે ટ્રેન મોકલવા મંજૂરી માંગી છે. પશ્ચિમ બંગાળ વાસીઓએ 6 જેટલી ટ્રેનો નોંધાવી છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરમાં કામ કરી રહેલા લોકો જવા માંગે છે. પરંતુ મમતા સરકારે હજુ સ્વીકાર્યું નથી. જોકે ગુજરાત સરકારે પશ્ચિમ બંગાળ સરકારને જાણ કરી છે.
આ પણ વાંચો : વાવાઝોડાના કારણે પરપ્રાંતીઓને લાગયો ઝટકો, આ રાજ્યે આવનારી ટ્રેન કરી રદ
