દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કુલ કેસોની સંખ્યા 57 લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં લગભગ 3 મહિના જેટલું લોકડાઉન રહ્યું. ત્યાર બાદ સરકાર દ્વારા ધીરે ધીરે અનલોકની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરંતુ સતત કેસો વધતા દેશના ઘણા વિસ્તારમાં સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે દેશની જનતા વચ્ચે એવી અટકળો આવી રહી હતી કે દેશમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. ત્યારે ગૃહમંત્રાલયે લોકડાઉનને લઇ સ્પષ્ટતા કરી છે.

શું કહ્યું ગૃહમંત્રાલયે
- દેશના કેટલાક વિસ્તારોમાં સ્વયંભુ લોકડાઉન લાગ્યું છે એ સાચું છે. પરંતુ દેશ પણ લોકડાઉન તરફ છે એવું માનશો નહીં.
- કોઈ રાજ્યમાં કોઇપણ પ્રકારનું લોકડાઉન થવાનું નથી
- કોઈ રાજ્યો અનલોક-4માં ગૃહમંત્રાલયની મંજૂરી વિના લોકડાઉન લાદી શકે નહીં
આ પણ વાંચો : રાફેલ ફાયટર જેટની પહેલી મહિલા પાયલોટ, જાણો કોણ છે શિવાંગી સિંહ
