રાજ્યના સાત જિલ્લામાં તીડે આતંક મચાવ્યો છે. રાજેસ્થાનથી ઘુસેલી તીડ સૌરાષ્ટ્રમાં ઘૂસી ગઈ છે. બનાસકાંઠા, પાટણ પછી તીડ મોરબી, સુરેન્દ્રનગરથી આગળ વધી ભાવનગર અને અમરેલીમાં ઘુસી ગઈ છે. સામાન્ય રીતે રાજેસ્થાનથી આવેલી તીડ બનાસકાંઠા અને કચ્છમાં જ ઘૂસતી હોય છે. પરંતુ આ વખતે તે સાત જિલ્લામાં ફેલાઈ ગઈ છે.
રાજ્યના સાત જિલ્લામાં ઘુસી તીડ
બનાસકાંઠામાં વાવ, સુઇગામ, દિયોદર અને ડીસા તાલુકાના જુનાડીસા તેમજ વિડી વિસ્તારના ખેતરોમાં છુટાછવાયા તીડ જોવા મળ્યાં હતાં. ખેતીવાડી વિભાગને અધિકારીઓએ દોડી આવી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો

સાંતલપુર પંથકના અંતરિયાળ દાત્રાણાસહિતના આસપાસના કેટલાક ગામોમાં છૂટાછવાયા તીડ દેખાતા ખેડૂતોએ તીડને ભગાવવા પ્રયત્નો કર્યા હતા ખેતીવાડી તંત્રને જાણ કરતાં તેની ટીમ ગામોમાં સર્વેલન્સ માટે રવાના થઇ હતી.
કચ્છના રાપર તાલુકાના ગેડીમાં બુધવારના રાત્રે રણતીડનું ઝુંડ ત્રાટક્યું હોવાના હેવાલના પગલે ગુરુવારે સવારે ભુજ તીડ નિયંત્રણ કચેરીની ટીમ સ્થાનિકે ધસી જઇ, દવાનો છંટકાવ કર્યો હતો. રણતીડનો નાશ કરાયો હોવાનું તીડ નિયંત્રણ કચેરીના ઓફિસરે જણાવ્યું હતું.
મોરબીમા હળવદ તાલુકાના રણમલપુર, ઇસનપુર, માલણીયાદ, ધણાદ, કવાડીયા વગેરે ગામડાઓમાં જોવા મળ્યાં હતાં. કચ્છના નાના રણમાંથી કુડા થઇને તીડ મોરબીના હળવદ અને સુરેન્દ્ર નગર જિલ્લામાં પ્રવેશ્યાનું અનુમાન છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગ્રધ્રા, લીંબડી અને વઢવાણ તાલુકાના ગામડાઓમાં તીડ દેખાયા છે. જ્યાં 19 હજાર હેકટરમાં તલ, જુવાર, રજકો, બાજરી જેવા પાકનું વાવેતર થયું જેને લઇ ખેડૂતોની ચિંતા વધી છે.
ભાવનર જિલ્લાના વલભીપુરના નસીતપર ચાડા રતનપરના આસપાસના ગામોમાં ગઈ મધરાતે એકાએક તીડના ટોળા એ આક્રમણ કર્યું હતું. ખેડૂતોએ ઉનાળો પાક વાવેલા હોય તેમાં તીડના ટોળાએ આક્રમણ કરતા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચાડ્યું હતું.
અમરેલીમાં ગુરુવારે ખાંભા અને લીલીયા પંથકમા પણ તીડના એક મોટા ઝુંડે આક્રમણ કર્યું હતું. ખાંભાના રાણીંગપરા,લીલીયાના સનાળીયા અને ભોરીંગડા પંથકમાથી તીડનુ આ ટોળુ સાવરકુંડલા પંથકમા ગયુ હતુ.
આ પણ વાંચો : 56 દિવસ પછી ખુલી દુકાનો, આ શહેરમાં માત્ર 8 કલાકમાં ખાઈ ગયા 3 કરોડનો પાન-મસાલો
