દેશમાં લોકસભાની ચૂંટણીનો હવે અંત આવ્યો છે. તેની સાથે જ એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ જશે. સમગ્ર દેશની જનતાનું ધ્યાન ચૂંટણી પરિણામ પહેલા આવતા આ એક્ઝિટ પોલ પર હોય છે. એવું માનવામાં આવે છે કે આ પોલ કેટલીક હદ સુધી સાચા પરિણામ આપવામાં સફળ રહે છે. પણ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એક્ઝિટ પોલ તે જાણીએ
એક્ઝિટ પોલ તૈયાર કેવી રીતે થાય છે?
એક્ઝિટ પોલ હંમેશા મતદાનના દિવસે જ કરવામાં આવે છે. જ્યારે મતદાતા મત આપીને બહાર નીકળે છે ત્યારે તેને પૂછવામાં આવે છે અને તેના મનની વાત જાણવાનો પ્રયત્ન કરવામા આવે છે. ત્યારબાદ એવું નક્કી કરવાનો પ્રયત્ન કરવામા આવે છે કે મતદાતા કોને મત આપીને આવ્યો છે. મતદાનના થોડા દિવસો બાદ એકઠા કરેલા આંકડા પરથી વિશ્લેષકો દ્વારા એ સાંજે એક્ઝિટ પોલ બતાવવામાં આવે છે.
જ્યારે છેલ્લા કેટલાંક સમયથી લોકસભા ચૂંટણીની જેમ કેટલાક તબક્કામાં મતદાન હોય તો એવા કિસ્સામાં છેલ્લા તબક્કા પછી એક્ઝિટ પોલ બતાવવામાં આવે છે.
શા માટે મતદાન પછી જ બતાવવામાં જ આવે છે?
ચૂંટણી પૂરી થયા બાદ જ એક્ઝિટ પોલ એટલા માટે બતાવવામાં આવે કે, મતદાતાઓ પર તેમની કોઈ અવળી અસર ન પડે અને માનસિક રીતે મતદાતા સ્વસ્થ રહે. જન પ્રતિનિધિત્વ કાયદો 1951ની કલમ 126 A પ્રમાણે મતદાન સમયે એવી કોઈ પણ વસ્તુ કે ઘટનાં ન બનવી જોઈએ કે જેનાં કારણે મતદાતાઓ પર માનસિક અસર પડે.
ExitPoll સાંજે 6 વાગ્યા પછી ન્યૂઝ આયોગ પર તમે ગુજરાતના રાજકીય વિશ્લેષ્ક સાથે જાણી શકશો
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.