2019ની લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પણ સમાપ્ત થયું છે. જેની સાથે જ વિવિધ એક્ઝિટ પોલ પણ સામે આવવાના શરૂ થશે. એક્ઝિટ પોલ પરિણામ પહેલાંનું એક પ્રકારનું વિશ્લેષણ જ હોય છે જેમાં વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને વિવરણ કરવામાં આવ્યું હોય છે.
શું પોલ પ્રમાણે જ ફાઈનલ પરિણામ નક્કી કરે છે?
જો કોઈ એવું માનતું હોય કે એક્ઝિટ પોલનાં પરિણામ હંમેશા સાચા જ હોય તો તે વાત તદ્દન ખોટી છે. ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પણ પડે છે. જ્યારે એ ખોટુ પડે ત્યારે એનું મુખ્ય કારણ હોય છે મતદાન દરમિયાન ભેગી કરવામાં આવેલી માહિતી. જ્યારે કોઈ એક મતદાતા સાથે વાત થતી હોય તો બીજા ઘણા મતદાતા પોતાની રાય વચ્ચે વચ્ચે આપતા હોય છે. જેનાં કારણે એક્ઝિટ પોલ ખોટો પણ સાબિત થાય છે.

દેશમાં કેવી છે એક્ઝિટ પોલની અસર ?
દેશમાં 2014 પછી 15 વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. તે દરમિયાન કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં 80 ટકા એક્ઝિટ પોલના તારણો ખોટા જોવા મળ્યા છે. દેશમાં એક્સિસના એક્ઝિટ પોલની એક્યુરસી 38%, ચાણક્યની 25% અને સી વોટરના એક્ઝિટ પોલની એક્યુરસી 15% જોવા મળી છે. જ્યારે સીએસડીએસના એક્ઝિટ પોલ હંમેશા ખોટા જોવા મળ્યા છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી : કેવી રીતે તૈયાર થાય છે ચૂંટણીના પરિણામ વગર જ એક્ઝિટ પોલ?
નોંધનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણી પછી આ 15 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, બિહાર, કર્ણાટક, કેરળ, આસામ, ગોવા, હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.