આખરે ભારતને સૌથી મોટી કૂટનીતિક જીત મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા બુધવારે એટલે કે 1 મેના રોજ આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો.
છેલ્લા 10 વર્ષથી ભારત દ્વારા આ માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પણ આ વચ્ચે એવી ખબર પણ હતી કે ચીન અને પાકિસ્તાન મસૂદ અઝહર પર પ્રતિબંધના પ્રસ્તાવને ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી ટાળવા ઇચ્છતા હતા. બંને દેશો એવું માનતા હતા કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાયદો થઇ શકે તેવું ચીન-પાકિસ્તાન માનતા હતા.
આ પણ વાંચો : મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાવવામાં ભારતીય રાજદૂતને ‘ધોની માઇન્ડે’ કરી મદદ, તમને પણ વિશ્વાસ થશે
દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં જ્યારે ચૂંટણી થઈ રહી છે ત્યારે બંને દેશોને લાગી રહ્યું હતું કે, આ નિર્ણયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં ફાયદો ઉઠાવી શકે છે. જેને લઇને તેઓ કોઇપણ પ્રકારે આ પ્રસ્તાવને પાસ થવા દેવા ઇચ્છતા ન હતા.
ચીને 13 માર્ચે એમ કહેતાં નવો પ્રસ્તાવ સ્થગિત કર્યો હતો કે તેમને વાતચીત માટે સમય જોઇએ. જો કે પાકિસ્તાનના કહેવાથી ચીન ઇચ્છતું હતું કે આ મામલે મે મહિનાનો સમય નીકળી જાય, જેને લઇને ભારતમાં લોકસભા ચૂંટણી પ્રક્રિયા પુરી થઇ જાય.
જો કે આ નિર્ણયને લઇને અમેરિકાએ ચીનને ચેતવણી આપી હતી કે હવે આ પ્રસ્તાવ 1267 કમિટીમાં નહીં, સીધો સુરક્ષા પરિષદમાં આવશે. તેના પર પગલાં ભરવામાં આવ્યા છે. જેના માટે લોકસભાની ચૂંટણી માત્ર સમય જ જવાબદાર છે બાકી આ પ્રક્રિયા ભારત દ્વારા 10 વર્ષથી પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.