લોકસભાની ચૂંટણીના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 78 જેટલી મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાઈ છે. જેમાં ઘણી બધી મહિલાઓ એવી છે જેમની સ્ટોરી ઘણી પ્રેરણાદાયી છે. તેવી જ એક છે ચંદ્રાણી મુર્મૂ. જે સૌથી નાની વયની મહિલા સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે.
25 વર્ષની ચંદ્રાણી ઓડિશાના કિઓન્ઝાર બેઠક પથી બે વખતના સાંસદ એવા ભાજપના અનંત નાયકને 66203 મતથી હરાવીને વિજયી બની છે. તેણે 2017મા મિકેનીકલ એન્જિનીયરીંગમાં બી.ટેક કર્યા પછી જોબની શોધ કરી રહી હતી. તેણે ચારેક જેટલી કંપનીમાં અરજીક કરી હતી. તે સિવાય સરકારી નોકરી માટે પણ તેણે પરીક્ષાઓ આપી હતી.
પોતે સાંસદ કેવી રીતે બની તે અંગે વાત કરતા તેણે કહ્યું હતું કે 31મી માર્ચે મારા મામા હરમોહન સોરેને ફોન કરીને પૂછ્યું હતું કે, તારે ચૂંટણી લડવી છે. સીએમ નવીન પટનાયક ભણેલી મહિલાને ટિકીટ આપવાનું વિચારી રહ્યા છે. આ સાંભળીને મેં હા પાડી હતી.
મારા નાના 1980 અને 84મા કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે જેને લીધે ઘરમાં પહેલેથી રાજકીય વાતાવરણ હતું. પહેલી એપ્રિલે મને ફોન આવ્યો કે સીએમ મળવા બોલાવે છે. હું તેમને મળી ત્યારે લાગ્યું કે તે મને ટિકીટ નહીં આપશે પરંતુ 2જી એપ્રિલે મારું નામ જાહેર કરવામાં આવ્યું હતું. એ પછીના 45 દિસમાં હું મારા હરીફને હરાવીને હું સાંસદ બની ગઈ.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.